
દાહોદ જીલ્લાના લીમખેડા ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા કરોડો પિયાના ગેરકાયદે વિદેશી દાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સક્ષમ કોર્ટની મંજૂરી બાદ આ કાર્યવાહી વિધિવત રીતે હાથ ધરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નાશ કરાયેલા દાના જથ્થાની કુલ કિંમત આશરે ા.૪,૨૩,૦૭,૧૫૧ (ચાર કરોડ ત્રેવીસ લાખ સાત હજાર એકસો એકાવન પિયા) આંકવામાં આવી છે. આ જથ્થો લીમખેડા ડિવિઝન હેઠળના પીપલોદ, સાગટાળા અને દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. નિયમાનુસાર રચાયેલી સમિતિની પ્રત્યક્ષ હાજરીમાં અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ દાનો નાશ કરાયો હતો. ખુલ્લા મેદાનમાં રોડ રોલર તથા જેસીબી મશીન ફેરવીને તમામ દાના મુદ્દામાલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.