
દાહોદ જિલ્લામાં પાછલા અઠવાડીયા થી છૂટક છૂટક વરસાદ થતાં લોકોને ગરમીથીઆંશિક રાહત થઈ છે ત્યારે દાહોદ જિલ્લામાં આઠ ડેમ આવેલા છે અને તેનો સીનારીઓ જોઈએ તો લગભગ બધા ડેમમાં પાણીની સામાન્ય આવક થઈ છે અને હજુ ડેમમાં પાણી પૂર્ણ સપાટીએ પહોંચવા માં ૩ થી ૪ મીટર પાણીની આવક જરૂરી છે એટલે આવનારા દિવસોમાં વ્યવસ્થિત વરસાદની જરૂરિયાત હોવાનું જોવાઈ રહ્યું છે જિલ્લાના આઠ ડેમો પૈકી પાટા ડુંગરીની ૧૭૦. ૮૪ મીટર કેપેર્સિટી સામે ૧૬૬.૩૪ મીટર, માછણ નાળામાં ૨૭૭.૪૫ મીટર સામે ૨૭૪.૫૦ મીટર, કાલી ટુ માં ૨૫૭ મીટરની કેપેસિટી સામે ૨૫૩.૯૦ મીટર, ઉમરીયા ડેમમાં ૨૮૦ મીટર સામે ૨૭૭.૪૦ મીટર, અદલવાળા ડેમમાં ૨૩૭.૩૦ મીટર સામે ૨૩૪.૫૦ મીટર, વાકલેશ્વર ડેમમાં ૨૨૩.૫૮ મીટર સામે ?૨૨૦.૮૨ મીટર, કબૂતરી ડેમમાં ૧૮૬.૩૦ મીટર સામે ૧૮૩ મીટર, હડફ ડેમમાં ૧૬૬ મીટર સામે ૧૬૩.૯૫ મીટર પાણીનો ભરાવો થયો છે કે આ તો ચોમાસાની ઋતુની શરૂઆત નો જિલ્લાના ૮ ડેમનો સીનારીઓ છે અને જિલ્લામાં આવનારા દિવસોમાં સારો વરસાદ વરસે અને જિલ્લાના ડેમોમાં પાણીની ભરપૂર આવક થશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે