
ભારતે, યુએસ અને અન્ય ઘણા દેશો સાથે, ‘સ્થાયી સમૃદ્ધિના સુરક્ષિત પાયા પર સાન ફ્રાન્સસ્કો ઘોષણા’ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો ઉદ્દેશ ચીન સાથે વધતી જતી સ્પર્ધા વચ્ચે કૃત્રિમ બુદ્ધિ માટે મહત્વપૂર્ણ તકનીકો અને સપ્લાય ચેઇન્સને સુરક્ષિત કરવાનો છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, આ પહેલ એઆઇ-સંબંધિત તકનીકો અને તેમના માળખાગત સુવિધાઓને સુરક્ષિત રાખવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા તરફ એક પગલું છે.
યુએસના આર્થિક બાબતોના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ જેકબ હેલબર્ગે ફાઇનાન્સિયલ ટાઇમ્સને જણાવ્યું હતું કે ભારતની સાથે, દક્ષિણ કોરિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ પણ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. જર્મની, સ્વીડન, નેધરલેન્ડ અને યુરોપિયન કમિશન આવતા અઠવાડિયે તેના પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.
જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ અને બ્રિટન દ્વારા આ કરાર પર તેના સાથી દેશો સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ, છૈં માં કાર્યરત મહત્વપૂર્ણ તકનીકો અને સપ્લાય ચેઇન્સની એક સામાન્ય સૂચિ વિકસાવવામાં આવશે જેને વધુ સુરક્ષાની જરૂર છે.આ કરાર યુએસની આગેવાની હેઠળની પેક્સ સિલિકા પહેલનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ એઆઇ-સંબંધિત સપ્લાય ચેઇનને મજબૂત અને સુરક્ષિત કરવાનો છે. આમાં સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, એનર્જી અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વધતી જતી સ્પર્ધા અને ચીન તરફથી આર્થિક દબાણ વચ્ચે, અમેરિકા અને તેના સાથી દેશો આ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માંગે છે.
કરારનું મહત્વ સમજાવતા, જેકબ હેલબર્ગે કહ્યું કે એઆઇ સપ્લાય ચેઇન અનેક દેશોમાં ફેલાયેલી છે, તેથી તેની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે. તેમણે કહ્યું, “ચિપ્સ ડિઝાઇન કરવાનું જ્ઞાન, તેમને બનાવવા માટેના મશીનો અને તેમને મોકલવા માટેના બંદરો બધા અલગ અલગ દેશોમાં સ્થિત હોઈ શકે છે.”
ડિસેમ્બર ૨૦૨૫ માં જેકબ હેલબર્ગ દ્વારા પેક્સ સિલિકાની શરૂઆત કરવામાં આવી હતી. આ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની એક મુખ્ય પહેલ છે, જે છૈં અને સપ્લાય ચેઇન સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજા, ઉર્જા સંસાધનો, અદ્યતન ઉત્પાદન, સેમિકન્ડક્ટર અને છૈં માળખાગત સુવિધાઓ પર ભાગીદાર દેશો વચ્ચે સહયોગ વિકસાવવાનો છે.
૨૦૨૬ સમિટમાં આ પહેલનો વ્યાપ વધુ વિસ્તર્યો. આર્જેન્ટિના, ચિલી, કોસ્ટા રિકા, અલ સાલ્વાડોર, યુરોપિયન યુનિયન, જર્મની, ગ્રીસ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ અને પનામા પણ પેક્સ સિલિકા ઘોષણાપત્રમાં જાડાયા. આ દેશોએ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરનારા દેશો અને સંગઠનોની સંખ્યા ૨૪ કરી. આમાં ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, ભારત, ઇઝરાયલ, જાપાન, નોર્વે, કતાર, દક્ષિણ કોરિયા, સિંગાપોર, સ્વીડન, ફિલિપાઇન્સ, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે.