ભારતના 12 રાજ્યોની 1843 વિધાનસભાઓમા લગભગ 51 કરોડ નાગરિકો માટે ભારતીય ચૂંટણીપંચ દ્રારા સઘન મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરેલ છે.
જેમા પ્રથમ તબક્કો 4 નવેમ્બરથી શરૂ થઈ 11 ડિસેમ્બર સુધી બીએલઓ દ્રારા ઘરે ઘરે એન્યુમેરેશન ફોર્મ વિતરણ કરી મતદારો પાસેથી પ્રાથમિક વિગતો ભરી બીએલઓ દ્રારા ઊઘરાવી તેને ઓનલાઇન કરવાની કામગિરી કરવામા આવી રહી છે.
જેમા છોટાઉદેપુર જીલ્લામા પણ સઘન મતદાર યાદી સુધારણા અભિયાન 1050 બુથોમા 842280 મતદારો માટે બીએલઓ દ્રારા એન્યુમેરેશન ફોર્મ વિતરણ કરવામા આવ્યા હતા. જેમા છોટાઉદેપુર જીલ્લાના બીએલઓ દ્રારા 788374 મતદારોના એન્યુમેરેશન ફોર્મ ઓનલાઇન કરી 93.60 ટકા કામગિરી સાથે છોટાઉદેપુર જીલ્લો ગુજરાતમા સઘન મતદાર યાદી સુધારણા અભિયાનમા સાતમા ક્રમે આવ્યો છે.
જેમાં જેતપુર પાવી વિધાનસભામા સુપરવાઈઝર તરીકે ઉત્કૃષ્ટ કામગિરી કરનાર પરિમલ ઈન્દ્રપ્રસાદ પટેલ અને મયુરસિંહ ચૌહાણનુ 10 બુથોના બીએલઓને એસઆઈઆરની 100 ટકા કામગિરી કરાવ્યા બદલ જીલ્લા કલેક્ટરસુશ્રી ગાર્ગી જૈને પ્રમાણપત્ર અને સાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતુ.