છોટાઉદેપુર નગરપાલિકા નજીકની ૬ ગ્રામ પંચાયતોને છોટાઉદેપુર નગરપાલિકામાં સમાવેશ કરવા માટે ગ્રામ પંચાયત પાસે સંમતિ માંગતા ગ્રામ પંચાયતોએ સંમિત ન આપતા નગપાલિકાના અને જિલ્લા કલેકટરના સત્તાધિશોએ ફાઈલો અભેરાઈ ચઢાવી દીધી છે. છોટાઉદેપુરના લોકસભાના સાંસદનુ ધર વસેડી ગ્રામ ૫ંચાયતમાં આવે છે. તેઓ નગરપાલિકામાં મતદાન કરી શકતા નથી.
છોટાઉદેપુર નગરપાલિકાનો વિસ્તાર વધારવા માટે છોટાઉદેપુર નગરપાલિકાને અડીને આવેલ ૬ જેટલી ગ્રામ પંચાયત આવેલી છે. જેમાં વસેડી, ધેલવાંટ, જુના છોટાઉદેપુર, માણકા, ખુટાલિયા અને ગાબડીયા આ ગ્રામ પંચાયતો પાસે જિલ્લા કલેકટરના અને નગરપાલિકાના સત્તાધિશો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવા માટે ગ્રામ પંચાયતના સરપંચો પાસે સંમતિ માંગતા સરપંચોને ધસીને લેખિતમાં ના પાડી દેતા હાલ તો નગરપાલિકામાં સમાવેશ કરવા માટેની ફાઈલો અભેરાઈએ ચઢાવી દેવાની નોબત આવી છે. જયારે છોટાઉદેપુર લોકસભાના સાંસદનુ ધર વસેડી ગામે આવેલુ છે. વસેડી ગામ છોટાઉદેપુર નગરપાલિકાને અડીને આવેલ છે. નગરપાલિકાની ચુંટણીમાં સાંસદ મત આપી શકતા નથી. ગ્રામ પંચાયતો પાસે પુરતી ગ્રાન્ટો ગામના વિકાસ માટે આવતી નથી. ગ્રામ પંચાયતોમાં ૬ જેટલા તલાટીઓ ફરજ બજાવે તો સરકારને પગારનુ ભારણ વધે છે. ગામડાઓના વિકાસ થાય તે માટે નગરપાલિકામાં આ ગામનો સમાવેશ થાય તો ફાયદો થાય તેમ છે. સરપંચો પોતાની સત્તા જાળવી રાખવા માટે સંમતિ આપતા નથી. ત્યારે તંત્રએ અને સરકારી પ્રજાની સુખાકારી માટે આ ગ્રામ પંચાયતોને નગરપાલિકામાં સમાવેશ કરવો જોઈએ તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.