છોટાઉદેપુર નગરમાં કલેકટરની ઉપસ્થિતીમાં સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરાયું

નાગરિકોને સ્વચ્છતા કાર્યમાં સહભાગી થવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરતા કલેકટર.

સ્વચ્છતાને જીવનમંત્ર બનાવી રાખવા જીલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા જીલ્લામાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા ખાસ કામગીરી હાથ ધરી છે ત્યારે છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચોકડી વિસ્તારમાં સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરને સ્વચ્છ અને સુંદર રાખવાના ધ્યેય સાથે કલેક્ટરએ સ્થળ પર હાજરી આપી સ્વયં સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો.

આ અભિયાન દરમ્યાન રસ્તા પર પડેલા કચરાનું સંકલન કરી સાફ સફાઈ કરવામાં આવી હતી. કલેક્ટરએ તંત્રના અધિકારીઓને નિયમિત સાફ સફાઈ વ્યવસ્થા જાળવવા સૂચના આપી હતી, તેઓએ નાગરિકોને સ્વચ્છતા કાર્યમાં સહભાગી થવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.

સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલી, નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિકભાઈ સહિત અન્ય પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.