
છોટાઉદેપુર જીલ્લાના 25 અગ્નિવીર સૈનિકો તેમની તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફર્યા છે. જીલ્લામાંથી કુલ 113 યુવાનો અગ્નિવીર યોજના હેઠળ સૈનિક તરીકે પસંદગી પામ્યા હતા, જેમાંથી આ 25 યુવાનોએ તાલીમનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
આ યુવાનો છોટા ઉદેપુર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો અને પરિવારજનોએ તેમને આવકાર્યા હતા. આ અગ્નિવીર સૈનિકો હવે દેશના વિવિધ ભાગોમાં પોતાની સેવાઓ આપશે અને રાષ્ટ્રની રક્ષામાં યોગદાન આપશે. તેમની તાલીમ પૂર્ણ થતા જીલ્લામાં સંતોષ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે.