છોટાઉદેપુરમાં કોંગ્રેસની યાત્રાને ભાજપે ‘ફિયાસ્કો’ ગણાવી

છોટાઉદેપુર જીલ્લામાં કોંગ્રેસની ’જન આક્રોશ યાત્રા’ને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. જીલ્લા ભાજપ પ્રમુખે આ યાત્રાને ’ફિયાસ્કો’ ગણાવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી, જેના જવાબમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ વળતો પ્રહાર કર્યો છે.

છેલ્લા બે દિવસથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી છોટાઉદેપુર જીલ્લામાં ’જન આક્રોશ યાત્રા’ કાઢી રહ્યા છે. આ યાત્રા દરમિયાન જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે, છોટાઉદેપુર જીલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ રેલીનો ફિયાસ્કો થયો છે. ’હું બાવો ને મંગળદાસ, ઈન મીન ને તીન’ – કોંગ્રેસના જે નેતાઓને સત્તા નથી મળતી, તેમને જ આક્રોશ છે.

ભાજપ પ્રમુખના નિવેદન પર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે દિવસથી તાલુકે તાલુકે યાત્રા કાઢી રહ્યા છીએ. અમારી યાત્રા ફિયાસ્કો છે કે સફળ, તે લોકો જોઈ શકે છે. ભાજપ પ્રમુખની આ ટીકા-ટિપ્પણી દર્શાવે છે કે અમારી યાત્રાની સફળતા જોઈને જ તેમને આવી ટિપ્પણી કરવા મજબૂર થવું પડ્યું છે..

શશિકાંત રાઠવાએ ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, જો તેઓ નેતાઓની વાત કરતા હોય તો અમારા નેતાઓ સત્તામાં છે અને રહેશે. જો તેઓ બે-ચાર નેતાની વાત કરતા હોય તો તેમની પાર્ટીમાં પણ નેતાઓ છે. હાલમાં જ વડોદરાના સાંસદને યુવા મોરચાના પ્રમુખ બનાવ્યા. તમારી પાસે કેમ એવી કોઈ કેડર નથી? તેમણે ઉમેર્યું કે, “પ્રમુખ , જીલ્લાના રોડ-રસ્તા, ખાતરને લઈને ખેડૂતોના પ્રશ્ર્નો અને લોકોની પીડા-દુ:ખ દર્દને લઈને પોસ્ટ કરો. આ ભાજપ-કોંગ્રેસ રમવાનું બંધ કરો