બોડેલીની એમડીઆઈ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ મોટી બુમડી ઙઇંઈ સબ સેન્ટર, આલિખેરવાના અલીપુરા વિસ્તાર દ્વારા યોજાયો હતો.
છઇજઊં ખઘ ડો. શિલ્પા રાઠવાએ તેમની તબીબી ટીમ સાથે વિદ્યાર્થીઓનું વ્યક્તિગત ચેક-અપ કર્યું હતું. આ કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. રૂટિન સ્ક્રીનિંગ અંતર્ગત દ્રષ્ટિ પરીક્ષણ, દાંત અને કાનની તપાસ, હિમોગ્લોબિન ચેક, ઇખઈં માપન અને સામાન્ય તંદુરસ્તીનું નિદાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરૂં પાડવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવા માટે માહિતીપ્રદ ચર્ચા પણ યોજાઈ હતી. ઙઇંઈ સેન્ટરની તબીબી ટીમે બાળકોની તંદુરસ્તીનું સચોટ નિરીક્ષણ કરીને જરૂરી સલાહો આપી હતી. શાળાના સંચાલન અને સ્ટાફે આ આરોગ્યલક્ષી સેવા માટે આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો ચાલુ રાખવાની ઈચ્છા દર્શાવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય યુ.વાય. ટપલાએ તબીબી ટીમની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને બજારમાં વેચાતા ખુલ્લા ખોરાકથી દૂર રહીને ઘરે બનતી વાનગીઓનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને તેમને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા આહ્વાન કર્યું હતું.