GCPBને સાડી ઉદ્યોગોનું નિયમિત મોનિટરિંગ કરવા હુકમ

જેતપુર પાલિકાને 26 ડિસે. સુધીમાં સુએઝ નેટવર્ક પૂર્ણ કરવા આદેશ.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા જેતપુર નગરપાલિકાને ડિસે-26 સુધીમાં સુએઝ નેટવર્ક પૂર્ણ કરવા અને જીપીસીબીને ઉદ્યોગોનું નિયમીત મોનીટરીંગ કરવા ફાઈનલ આદેશ જારી કરવામાં આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે જેતપુરની ભાદર નદીના પાણી પ્રદુષણના મુદે દાખલ થયેલ રીટ પીટીશનના ફાઈનલ ઓર્ડરમાં જેતપુરનવાગઢ નગરપાલિકાને શહેરના બાકી રહેલા 30% જેટલા ડોમેસ્ટિક સુએઝને પાઈપ લાઈન નેટવર્ક દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડીસેમ્બર-26 સુધીમાં ભેળવવા તાકીદ કરેલ છે અને નગરપાલિકાને જણાવ્યુ કે, કોઈ પણ જાતના અનટ્રીટેડ સુએઝને સ્ટોમ વોટર ડ્રેઈનમાં ડીસ્ચાર્જ ન કરવામાં આવે તેમજ અનટ્રીટેડ સુએઝ કે ઇન્ડ્રસ્ટીયલ એલ્ફ્લ્યુઅન્ટને ભાદર નદીમાં ન છોડવામાં આવે તે માંટે પુરેપુરી તકેદારી રાખવા જરૂરી પગલાઓ ભરવામાં આવે તેવી તાકીદ કરી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે જીપીસીબીને હુકમ કર્યો છે કે, જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન દ્વારા ચલાવાતા સીઈટીપી અને કોઈ પણ ઔધોગિક એકમો દ્વારા ભાદર નદી અથવા સ્ટ્રોમ વોટર ડ્રેઈનમાં ગંદુપાણી ન છોડવામાં આવે તેની તકેદારી રાખવામાં આવે

અને કોઈ પણ ઉદ્યોગો અનઅધિકૃત રીતે ન ચલાવવા દેવામાં આવે.આ મેટરમાં જોઈન્ટ કમિટીના ઇન્સ્પેકશન રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઘણી જગ્યાએ ડોમેસ્ટીક સુએઝને સુએઝ નેટવર્કમાં જોડાણ આપેલ ન હોવાથી સ્ટ્રોમ વોટર ડ્રેઈનમાં થઈને ભાદરમાં ભળે છે. જોઈન્ટ કમીટીએ ભાદર નદીના પાણી પ્રદુષણને અટકાવવા માટે એશોસીએશન દ્વારા લીધેલ પગલાઓ-કામગીરીની સ્થળ તપાસ કરતા નોંધ કરી હતી કે ઉદ્યોગ દ્વારા ઔદ્યોગિક ગંદુ પાણી ઠાલવવામાં આવતું નથી.