
બોડેલીના ભદ્રાલી ગામે પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં શ્રાવણીયો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસને ભદ્રાલી વસાહતમાં ખુલ્લી જગ્યામાં પત્તા વડે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી.
દરોડા દરમિયાન ત્રણ જુગારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી રોકડારૂપિયા ૧૦,૯૦૦ અને ૫૨ પત્તા કબજે કર્યા હતા. આ સમગ્ર કાર્યવાહી બોડેલી પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી.