બોડેલીમાં મુસ્લિમ સમાજે આદિવાસી ભાઈઓનું સ્વાગત કર્યું : પુષ્પગુચ્છ અને ઠંડા પીણાં આપી ભાઈચારો દર્શાવ્યો

ડેલીમાં વિશ્ર્વ આદિવાસી દિવસ નિમિત્તે આયોજીત આદિવાસી સમાજની રેલીમાં ભાઈચારાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. આ પ્રસંગે બોડેલીના મુસ્લિમ સમાજ દ્વારા રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈઓ અને બહેનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુસ્લિમ સમાજના આગેવાનોએ આદિવાસી સમાજના નેતાઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્ર્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત, મુસ્લિમ સમાજ દ્વારા રેલીમાં ભાગ લેનારા આદિવાસી ભાઈઓ-બહેનો માટે ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલી દરમિયાન સૌને ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેણે આ પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો હતો.

બોડેલીમાં હિન્દુ-મુસ્લિમ એકતા, ભાઈચારો અને પરસ્પર સન્માનનો સકારાત્મક સંદેશ આપ્યો હતો. મુસ્લિમ સમાજની આ પહેલને ઉપસ્થિત આદિવાસી સમાજના આગેવાનો અને રેલીમાં જોડાયેલા લોકોએ ખૂબ આવકારી હતી.