બોડેલીમાં આજથી સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસ ખરીદી શરૂ થઈ

બોડેલી બજાર સમિતિનમાં કપાસની હરાજી લગભગ છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે. ત્યારે સીસીઆઈ દ્વારા 3 ડિસેમ્બરથી ટેકાના ભાવથી કપાસ ખરીદી શરૂ થઈ રહી છે. તેમ માર્કેટ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. કમોસમી વરસાદને લીધે ચાલુ વર્ષે કપાસના પાકને મોટુ નુકસાન થયુ છે. અને સીઝન પણ તેના લીધે મોડી પડી છે. અત્યાર સુધી એક મહિનામાં લગભગ 14 હજાર ક્વિન્ટલ કપાસ આવ્યો છે. સીસીઆઈના ટેકાના ભાવ રૂ.8,060 કરતા બજાર ભાવ રૂ.1,500થી 2,000 જેટલા ઓછા બોલાઈ રહ્યા છે. હાલ બોડેલી બજાર સમિતિમાં રોજ 10 થી 15 જેટલા કપાસ ભરેલા વાહનો હરાજી માટે આવી રહ્યા છે. તા.2 ડિસેમ્બરથી સીસીઆઈ બોડેલીના બી.જે.કોટન અને શિવશક્તિ કોટન જીનમાં કપાસ ખરીદીનુ મુર્હુત કરનાર છે. તબકકાવાર અન્ય જીનોમાં પણ કપાસ ઠલવાશે. ત્યારે હવે બોડેલી સહિત સેન્ટરોમાં કપાસની આવકમાં વધારો થશે. કપાસ નોંધણીની પ્રક્રિયા પણ પુરજોશમાં ચાલી રહી છે.