બિલપાવર લોન કૌભાંડમાં ઈડીના મુંબઈ- વડોદરામાં દરોડા, ૧૨.૨૦ કરોડની જ્વેલરી અને ૪૩.૯૦ લાખ રોકડ જપ્ત

મુંબઈ અને વડોદરામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બિલપાવર લોન કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરી છે.એસબીઆઇ સાથે કરોડો રૂપિયાની લોન છેતરિંપડીના કેસમાં ઈડીએ બિલપાવર લિમિટેડ કંપની અને તેના સંચાલકો સાથે સંકળાયેલા ૧૦ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન ૪૩.૯૦ લાખની રોકડ અને ૧૨.૨૦ કરોડની સોના-ચાંદીની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.

ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા બિલપાવર લિમિટેડ સાથે જોડાયેલા મુંબઈ અને વડોદરાના રહેણાંક તેમજ વ્યાવસાયિક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન તપાસ એજન્સીએ રોકડ અને િંકમતી દાગીના ઉપરાંત મિલકતો, જમીન, મશીનરી સંબંધિત દસ્તાવેજો અને વિવિધ ડિજિટલ ઉપકરણો પણ કબજે કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બે બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ બેંક લોકર પણ સીલ કરવામાં આવ્યા છે.

તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, ટ્રાન્સફોર્મર લેમિનેશન અને કોર ઉત્પાદૃનના વ્યવસાય સાથે સંકળાયેલી બિલપાવર લિમિટેડે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી વિવિધ લોન અને ક્રેડિટ સુવિધાઓ મેળવી હતી. લોનની રકમનો ઉપયોગ નિયત વ્યવસાયિક હેતુ માટે કરવાને બદૃલે અન્યત્ર વાળવામાં આવ્યો હતો. આ નાણાકીય ગેરરીતિઓના કારણે એસબીઆઇને અંદૃાજે ૧૬૦.૫૫ કરોડનું નુકસાન થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કંપનીનું લોન ખાતું ૧૮ એપ્રિલ, ૨૦૧૨ના રોજ એનપીએ જાહેર કરવામાં આવ્યું હતું.

આ કેસની શ‚આત એસબીઆઇની ફરિયાદથી થઈ હતી. ફરિયાદના આધારે સીબીઆઇની નવી દિલ્હી શાખાએ બિલપાવર લિમિટેડ, તેના ડિરેક્ટરો અને સંલગ્ન કંપનીઓ સામે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ સીબીઆઇએ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.સીબીઆઇની એફઆઇઆર અને ચાર્જશીટમાં સામે આવેલી ગેરરીતિઓના આધારે ઈડ્ઢએ મની લોન્ડિંરગના પાસાંની તપાસ શ‚ કરી હતી.

ઈડીની તપાસમાં લોનની રકમનું ડાયવર્ઝન અને રાઉન્ડ-ટ્રિિંપગ કરવા માટે બોગસ તથા શેલ કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા સામે આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, લેટર ઓફ ક્રેડિટ મેળવવા માટે શંકાસ્પદ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લોનની રકમ વિવિધ સંસ્થાઓ અને મળતિયાઓ સાથે જોડાયેલી કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો આરોપ છે.

આ સમગ્ર નાણાકીય ગેરરીતિમાં રાજેન્દ્રકુમાર ચૌધરી, સુરેશકુમાર ચૌધરી અને નરેશકુમાર ચૌધરીની ભૂમિકા તપાસ હેઠળ હોવાનું ઈડીના અહેવાલમાં સામે આવ્યું છે. સર્ચ દરમિયાન મળી આવેલા દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણોની તપાસ કરીને નાણાં ક્યાં અને કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેની કડી જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે.

ઈડીની કાર્યવાહી દરમિયાન ૪૩.૯૦ લાખ રોકડ અને અંદૃાજે ૧૨.૨૦ કરોડની સોના-ચાંદીની જ્વેલરી મળી આવી હતી. બે બેંક ખાતા ફ્રીઝ અને ત્રણ લોકર સીલ કરાયા છે. હવે જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો, બેંક વ્યવહારો અને લોકરમાંથી મળેલી સંપત્તિના આધારે તપાસ આગળ વધશે. આ કેસમાં નાણાંના અંતિમ લાભાર્થીઓ અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.