ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ

અમદૃાવાદૃ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો રમાવાનો હોવાથી વડોદૃરા શહેરમાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહૃાો છે. ભારત પાસે ત્રીજો ટી૨૦ વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે, જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમ પોતાની પ્રથમ ટી૨૦ વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે એડિચોટીનું જોર લગાવશે.

ફાઈનલ મેચને લઈને વડોદૃરાના વિવિધ વિસ્તારોમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અનેક જાહેર સ્થળોએ એલઈડી સ્ક્રીન અને પ્રોજેક્ટર દ્વારા મેચ લાઈવ જોવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ક્રિકેટપ્રેમીઓ પરિવાર અને મિત્રો સાથે ભેગા થઈને આ ઐતિહાસિક મુકાબલો નિહાળવા ઉત્સુક છે. શહેરમાં ક્રિકેટપ્રેમીઓએ ભારતની જીત માટે ખાસ તૈયારીઓ પણ કરી છે. ભારત વિજયી બને તો ભવ્ય આતશબાજી કરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક લોકોએ મેચ જોવા માટે પોતાનો સમય અગાઉથી ફાળવી લીધો છે.

વડોદૃરાવાસીઓનું કહેવું છે કે, ભારતીય ટીમ અત્યાર સુધીના ટૂર્નામેન્ટમાં શાનદૃાર પ્રદૃર્શન કરતી આવી છે અને ફાઈનલમાં પણ ભારત હોટ ફેવરિટ માનવામાં આવે છે. ક્રિકેટ ચાહકોને આશા છે કે ભારતીય ખેલાડીઓ પોતાની શ્રેષ્ઠ રમત બતાવી દૃેશને વધુ એક ચેમ્પિયન ટ્રોફીનો ગૌરવ અપાવશે.