
મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે પૂછ્યું કે શું તેમના સાથી, એઆઇએડીએમકે જે ભ્રષ્ટાચારના કેસોમાં કથિત રીતે સંડોવાયેલા હતા, તેનો સફાયો તેના વોિંશગ મશીનમાં થઈ ગયો છે.
સ્ટાલિને એક કાર્યક્રમમાં કહૃાું હતું કે જે લોકો તમિલનાડુના વિકાસને પચાવી શકતા નથી તેઓ વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા જુઠ્ઠાણા ફેલાવે છે. ડીએમકેના વડાએ કહૃાું, “અમારા પરના બધા આરોપો એક ખોટી વાર્તા પર આધારિત છે. આમાંથી પહેલો રાજકીય વંશવાદનો છે. મેં તેનો જવાબ પહેલેથી જ આપી દૃીધો છે. રાજકારણમાં પ્રવેશવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ સફળ થવા માટે, વ્યક્તિએ જનતા સમક્ષ ઊભા રહેવું જોઈએ, તેમનો વિશ્ર્વાસ જીતવો જોઈએ અને મત મેળવવો જોઈએ. આ પાયાવિહોણા આરોપો એવા લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે જેઓ જમીન પર આપણો સામનો કરી શકતા નથી.”
તેમણે અમારા પર લગાવેલો બીજો આરોપ “ભ્રષ્ટાચાર” છે. તેમણે પૂછ્યું, “શું અત્યાર સુધી કોઈએ અમારા પર એક પણ આરોપ સાબિત કર્યો છે?” ભાજપ પર નિશાન સાધતા સ્ટાલિને કહૃાું, “જે લોકો હવે તમારી સાથે છે તેઓ ખરેખર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. ખાસ કરીને એઆઇએડીએમકે જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં દૃોષિત ઠેરવવામાં આવી છે. જ્યારે તમે તેમની સાથે ગઠબંધનમાં ન હતા ત્યારે તમે તેમની સામે કેટલા આરોપો લગાવ્યા હતા? શું તમે હવે તે બધાને તમારા વોિંશગ મશીનમાં ધોયા છે?” વિપક્ષનો દૃાવો છે કે તમિલનાડુ હિન્દૃુ વિરોધી છે. પરંતુ તેમણે દાવો કર્યો હતો કે સત્તામાં આવ્યા પછી છેલ્લા ૧,૭૩૦ દિવસોમાં, ૪,૦૦૦ થી વધુ મંદિૃરોનું પવિત્રીકરણ કરવામાં આવ્યું છે, જે કોઈપણ ભાજપ શાસિત રાજ્યમાં થયું નથી. “સાચા ભક્તો આનાથી ખુશ છે,”