ભાજપના ભારતમાં, ગાયનું રક્ષણ મહિલાઓની સુરક્ષા કરતાં વધુ મહત્વનું છે,મહેબૂબા મુફ્તી

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના પ્રમુખ મહેબૂબા મુતીએ દૃેશમાં મહિલાઓ સામે વધતી જાતીય હિંસાના કેસ પર િંચતા વ્યક્ત કરતી એક નોંધ પોસ્ટ કરી છે. તેમણે કહૃાું કે મહિલાઓની સુરક્ષા કરતાં ગાયના રક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મહેબૂબા મુતીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વધતા જતા કેસ પર ચિંતાવ્યક્ત કરી અને કેન્દ્ર સરકારની ટીકા કરી. ચાલો જાણીએ કે તેમણે તેમની પોસ્ટમાં શું લખ્યું છે.

મહેબૂબા મુતીએ એકસ પર એક પોસ્ટમાં કહૃાું કે ભાજપ શાસિત ભારતમાં, ગાયના રક્ષણને મહિલાઓની સુરક્ષા કરતાં વધુ મહત્વ આપવામાં આવે છે. ટોળાએ ફક્ત ગૌહત્યાની શંકા પર લોકોને માર મારીને મારી નાખ્યા છે. છતાં, જ્યારે મહિલાઓને બળાત્કાર, જાતીય િંહસા અને ક્રૂરતાથી બચાવવાની વાત આવે છે, ત્યારે બળાત્કારીઓને વારંવાર પેરોલ જ નહીં પરંતુ સંપૂર્ણ રક્ષણ પણ મળે છે. મહેબૂબાએ વધુમાં જણાવ્યું હતું કે જો ગાયના રક્ષણ પર ખર્ચવામાં આવતી અડધી શક્તિ પણ મહિલાઓની સુરક્ષા માટે સમર્પિત કરવામાં આવે, તો ભારત મહિલાઓ માટે વધુ સુરક્ષિત સ્થળ બની જશે. તેમણે કહૃાું કે જો ગાયના રક્ષણ પર ખર્ચવામાં આવતી અડધી શક્તિ પણ મહિલાઓની સુરક્ષા માટે સમર્પિત કરવામાં આવે, તો ભારત દરેક પુત્રી, બહેન અને માતા માટે વધુ સુરક્ષિત સ્થળ બની જશે.

મહેબૂબા મુતીએ દિલ્હીના ન્યૂઝ રિપોર્ટની લિંક શેર કરી, જેમાં ઉત્તર પ્રદૃેશની ૧૬ વર્ષની છોકરી પર ડ્રાઇવર અને કંડક્ટર દ્વારા બસની અંદૃર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ સમાચારની લિંક શેર કરતા, મહેબૂબાએ ભાજપ પર પ્રહાર કર્યા.