
ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં મહત્વના ફેરફાર કર્યાં છે. ભાજપે ત્રણ નવા જિલ્લાઓમાં પ્રમુખની નિમણૂંક કરી છે. ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય ભાજપે આ સાથે પાર્ટીએ પ્રદેશ બક્ષીપંચ મોરચાના વિવિધ પદાધિકારીઓની નિમણૂંક પણ કરી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ત્રણ જિલ્લામાં નવા પ્રમુખની નિમણૂંક કરી છે. ડાંગમાં સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ભરૂચ જિલ્લામાં પ્રમુખ તરીકે પરેશભાઈ કાંતિભાઈ લાડને કમાન સોંપી છે. તો નર્મદા જિલ્લાના પ્રમુખ શબ્દશરણ તડવીને બનાવવામાં આવ્યા છે.
૧. સંગઠનાત્મક નિમણૂંક (પ્રવાસ, બેઠક અને મન કી બાત)
પ્રભારી (પ્રદેશ પ્રવાસ, બેઠક અને મન કી બાત):
સુરેશભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય) – કર્ણાવતી
પ્રદેશ સંયોજકઃ મનિષભાઈ પટેલ (કર્ણાવતી)
પ્રદેશ સહસંયોજક (દક્ષિણ ઝોન): નિરવભાઈ શાહ (સુરત શહેર)
પ્રદેશ સહસંયોજક (મધ્ય ઝોન): મયુરભાઈ સુથાર (આણંદ)
પ્રદેશ સહસંયોજક (ઉત્તર ઝોન): મયુરભાઈ પટેલ (મહેસાણા)
પ્રદેશ સહસંયોજક (સૌરાષ્ટ્ર ઝોન-૧): પૃથ્વીરાજસિંહ વાળા (રાજકોટ જી.)
પ્રદેશ સહસંયોજક (સૌરાષ્ટ્ર ઝોન-૨): હરેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર શહેર)
૨. બક્ષીપંચ મોરચો સંગઠનાત્મક નિમણૂંક
પ્રદેશ ઉપાધ્યક્ષઃ
પ્રકાશભાઈ નરહરીલાલ મોદી (ભરૂચ)
નિલકુમાર પ્રેમશરન રાવ (નર્મદા)
ભરતભાઈ મેર (ભાવનગર જીલ્લો)
મોમાયાભાઈ ગઢવી (રાજકોટ)
રામસિંહભાઈ ગોરીયા (દેવભૂમિ દ્વારકા)
દિનેશભાઈ પટેલ (નવસારી)
ભુપેન્દ્રભાઈ બસીયા (અમરેલી)
દિનેશભાઈ મેવાડા (બનાસકાંઠા)
રાજુભાઈ ચૌધરી (પટેલ) (અરવલ્લી)
પ્રદેશ મહામંત્રીઃ
અનિમેષભાઈ માળી (સુરત શહેર)
તેજલબેન નાઈ (ગાંધીનગર શહેર)
ગીતાબેન નિર્મલસિંહ ચૌહાણ (દાહોદ)
ગૌતમભાઈ ગોસ્વામી (રાજકોટ શહેર)
હસમુખભાઈ છોટાભાઈ બારૈયા (છોટા ઉદેપુર)
પ્રદેશ મંત્રીઃ
દિનેશભાઈ પ્રજાપતિ (વલસાડ)
શૈલેષભાઈ ધોપાલ (સુરેન્દ્રનગર)
વિજયસિંહ વણઝારા (સાબરકાંઠા)
દિનેશભાઈ રાયમલ દેસાઈ (મહેસાણા)
ગણપતભાઈ પઢીયાર (આણંદ)