નસવાડીના સ્ટેશન વિસ્તારમાં રખડતા કુતરા અને ભુંડનો આતકં દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્રણ વર્ષના બાળકને કુતરૂ કરડતા વાલીઓ બાળકોને કુતરાના ડરના કારણે બહાર નીકળવા દેતા નથી. તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. 10થી 15 કુતરાઓની ટોળકી આખા વિસ્તારોમાં ફરે છે. નસવાડી જુથ ગ્રામ પંચાયત પાસે કુતરા અને ભુંડોને પકડવા માટે કોઈ ટીન નથી. અને કુતરાઓને પકડીને 5ાંજરે પુરવામાં આવે તેવી પણ કોઈ યોજના નથી.
નસવાડી જુથ ગ્રામ પંચાયતના વોર્ડ નં.-10/11 અને 12માં ત્રણ હજાર જેટલી વસ્તી આવેલી છે. આ વિસ્તારોમાઁ છેલ્લા કેટલાક સમયથી ભુંડો અને કુતરાઓનો આતંક વઘ્યો છે.બે દિવસ પહેલા ત્રણ વર્ષના બાળકને કુતરૂ કરડ્યુ હતુ. જયારે 10થી 15 કુતરા એક સાથે આખા વિસ્તારમાં દોડધામ કરી રહ્યા છે. નસવાડી ટાઉનના ભરચક વિસ્તારોમાં કુતરાઓ દોડાદોડી કરે છે. અને વાલીઓ કુતરાઓના ડરથી બાળકોને ધરની બહાર નીકળવા દેતા નથી.આવી જ પરિસ્થિતિ ભુંડની છે. જો ધર માલિકનો દરવાજો ખુલ્લો રહી જાય તો ભુંડો ધરોમાં ધુસી જાય છે. મહાકાય ભુંડોથી આ ત્રણ વોર્ડમાં લોકો હેરાન થયા છે. નસવાડી જુથ ગ્રામ પંચાયતના સત્તાધિશો ભુંડો અને કુતરાઓને પકડવા માટે કોઈ ટીમ બનાવે તે જરૂરી બન્યુ છે.