
દાહોદના આંગણે થી ધારાસભ્ય ચૈતર વસાવાના ચોંકાવનારા આક્ષેપો:
દે.બારીઆના રેતી કૌભાંડમાં ખાણ ખનીજ, પોલીસ તંત્ર અને રાજકીય નેતાઓની સંડોવણીઓ હોવાના આરોપો લગાવ્યા..!!
“આપ” ના ધારાસભ્ય ચૈતર વસાવા એ પાનમ અને ઉજ્જવળ નદી મા ચાલતા ખનન માફીયાઓ ના ગોરખધંધાઓ ઉપર “જનતા રેડ” કરવાનો પડકાર ફેંક્યો.
દે.બારીઆ પંથક મા મનરેગાના કૌભાંડને પણ ટક્કર મારે એવા સરા જાહેર ખનન માફીયાઓના રેતી કૌભાંડને અટકાવવા માટે પ્રજાજનોને ફાફા મારવા પડે એવી સર્જાયેલ દરરોજ ના ખનન ના લાખ્ખો રૂપિયા ના ચાલતા ગેરકાયદે રેતી ના વ્યાપારો સામે ડેડીયાપાડા ના આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા એ દાહોદ આંગણે થી રેતી ચોરી મા ખાણ ખનીજ, પોલીસ તંત્ર,અને રાજકીય સંડોવણીઓ હોવાના ગંભીર આક્ષેપો કરી ને ખનન માફીયાઓ ના રેતી ચોરી ના આ ખેલો ને નાબૂદ કરવા માટે “જનતા રેડ” નુ આહવાન કરતા દાહોદ ખાણ ખનીજ અને ખનન માફીયાઓ અંદરખાને હચમચી ઉઠ્યા છે. દે.બારીઆ ને અડી ને આવેલ પાનમ નદી અને ઉજ્જવળ નદી મા ખુલ્લેઆમ ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન મા ચેનપુર, બૈણા, ભુલવણ અને ભુવાલ એ એ.પી.સેન્ટર કહેવાય છે. દાહોદ ખાણ ખનીજ વિભાગ દવારા જે રેતી ની લીઝો ની પરમીટો આપી છે આ લીઝો મા રેતી સફાચટ થઈ ગઈ છે અને હવે નદી ના કિનારે આવેલા ખેતરો અને સરકારી જમીનો માંથી ગેરકાયદે રેતી ઉલેચવાના ગોરખધંધાઓ જે ચાલી રહયા છે. આ કાળા કારોબારો સામે ડેડીયાપાડા ના આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા એ “જનતા રેડ” તૈયારીઓ સાથે ના આકરા પ્રહારો કરતા દાહોદ જીલ્લા ના વહીવટી અને રાજકીય મોરચે જબરદસ્ત ચકચાર પ્રસરી જવા પામી છે.
દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આવેલી પાનમ અને ઉજ્જવળ નદીઓમાંથી રોયલ્ટી વગરની રેતીનું મોટા પાયે ખનન થઈ રહ્યું છે. રેતી માફિયાઓ દ્વારા સુનિયોજીત રેકેટ ચલાવવામાં આવે છે, જેમાં વોટ્સએપ ગ્રુપ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રેતી કાઢવાથી લઈને રાજસ્થાન બોર્ડર સુધી પહોંચાડવા માટે આખી ટીમ કામ કરે છે.
રોજના લાખો મેટ્રિક ટન રેતી ગુજરાતમાંથી રાજસ્થાન લઈ જઈને ઊંચા ભાવે વેચવામાં આવે છે. આનાથી માફિયાઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે અને સરકારી તિજોરીને મોટો ચૂનો લાગે છે. આ ગંભીર મુદ્દે ડેડીયાપાડા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, “દાહોદમાં મનરેગા, નલ સે જલ યોજના અને 73-એ જમીનોના કૌભાંડ બાદ હવે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓના મેળાપે રેતી ઉલેચવાનું મોટું રેકેટ ચાલે છે.”
ચૈતર વસાવાએ સીધા આરોપ લગાવતા કહ્યું કે, “પોલીસ વિભાગ, ખાણ-ખનીજ વિભાગ, સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ બધાને નિયમિત હપ્તા પહોંચે છે, એટલે જ આ રેતી કૌભાંડ બેકાબૂ બન્યું છે.” ચૈતર વસાવાએ જાહેરાત કરી કે, “આવનારા દિવસોમાં અમે નદી કાંઠાની તમામ રેતી લીઝોની મુલાકાત લઈશું. એક અઠવાડિયામાં દરેક લીઝનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાંઆવશે.” તેમણે ટીસી પરવાનગી, ખાણ-ખનીજ વિભાગની પરમિશન, જીપીએસ બ્લોક નંબર અને ખોદકામની જગ્યા સહિતની વિગતો તપાસવાની વાત કરી.
તેમણે ઉમેર્યું કે, “અમારા કાર્યકર્તાઓને રેતી લીઝોની યાદી તૈયાર કરવાની સૂચના આપી દીધી છે. મારી આગેવાનીમાં નદીકાંઠે જનતા રેડ કરીને આ મોટું રેતી કૌભાંડ સંપૂર્ણપણે બેકાર પાડીશું.” આ નિવેદન બાદ દાહોદ જીલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં આ ’જનતા રેડ’ પર સૌની નજર રહેશે