દે.બારીયા શહેરના રેટીયા પોળના નાકે પીવાના પાણીના રીપેરીંગ કાર્ય માટે ખોદેલો ખાડો અને ભુર્ગભ ગટર પર ઢાંકણ કયારે મુકાશે ???

દે.બારીયા નગર પાલિકાના દ્વારા પીવાના પાણીની પાઈપમાં રોડનું કાર્ય કરવા ખોદવામાં પાણીની પાઈપમાં ભંગાણ પડતા સમારકાર્ય તો યુધ્ધના ધોરણે કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ભુર્ગભ ગટર ઉપર અને ખોદેલા ખાડા જેમનું તેમ ત્રણ-ચાર દિવસથી રખાતા તેમાં બાઈક સવાર અથવા વટેમાર્ગુ તેમાં ખાબકે તો નવાઈ નહી.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરના રેટીયા પોળના નાકે મસમોટો ખાડો છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડેલો છે. તેમ છતાં તેના ઉપર કોઈ પણ પ્રકારના સંકેત ચિન્હો અથવા બોર્ડ તેમજ સાંકેતિક પટ્ટીની આડ રાખવામાં ન આવતા તેમાં કોઈપણ ક્ષણે અથવા સમયે મસમોટા ખાડામાં ખાબકી શકે છે, તો આ ખાડાનું પૂરણ કરીને ઢાંકણો મુકવામાં આવે તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.