
બારામતી પેટાચૂંટણી બિનહરીફ અપીલઃ મહારાષ્ટ્રમાં બારામતી વિધાનસભા બેઠક અજિત પવારના અવસાન બાદ ખાલી પડી છે. પેટાચૂંટણી માટે મતદાન ૨૩ એપ્રિલે થવાનું છે. આ પહેલા, સ્વર્ગસ્થ અજિત પવારના નાના પુત્ર જય પવારે બારામતીમાં સર્વસંમતિથી મતદાન માટે અપીલ કરી હતી. તેમણે સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ સમજવા માટે બારામતીની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. પવારે કહ્યું, “મારા દાદા, શરદ પવારે, બારામતી વિધાનસભા પેટાચૂંટણીમાં સર્વસંમતિથી મતદાન માટે બધાને અપીલ કરી છે. આ મારી ઇચ્છા છે, તેમજ બારામતીના લોકોની ઇચ્છા છે.”
જય પવારે વધુમાં જણાવ્યું હતું કે દરેકને અજિત પવારમાં પ્રેમ અને વિશ્વાસ હતો. અજિત પવારના અવસાન પછી બારામતીમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે તે દુઃખદ ક્ષણ છે. તેથી, દરેકને લાગે છે કે આ પેટાચૂંટણી સર્વસંમતિથી થવી જાઈએ.
ઉપ મુખ્યમંત્રી સુનેત્રા પવારના નાના પુત્ર જય પવારે વધુમાં જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ઉતારવા વિશે સાંભળ્યું હતું, પરંતુ તેમણે હજુ સુધી ઉમેદવારની જાહેરાત કરી નથી. અમારા પક્ષના વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ સાથે વાતચીત કરી રહ્યા છે. જા જરૂર પડશે તો અમે પણ વાત કરીશું.
તેમણે જણાવ્યું હતું કે સુનેત્રા પવાર આવતા સોમવારે બારામતી પેટાચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. છગન ભુજબળ, હસન મુશ્રીફ, સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલ સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.
અમે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ નામાંકન દરમિયાન હાજર રહેવા વિનંતી કરી છે. પાર્થ પવારે રાજ્યસભા માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેઓ હાજર હતા.