બનાસકાંઠા કલેકટર કચેરીને મળી બોમ્બથી ઉડાવાની ધમકી, આખી કચેરી ખાલી કરાવાઈ

બનાસકાંઠા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી આ ધમકી બાદ આખી કચેરી ખાલી કરાવાઈ હતી જોકે કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી

ગુજરાતમાં સતત બોમ્બ ધમકીની ઘટનાઓ સામે આવી રહી છે. ગઇકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મળ્યાને હજી ગણતરીના કલાકો જ થયા છે ત્યાં સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે સુરત જિલ્લા કોર્ટને અજાણ્યા ફોન કોલ દ્વારા બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્ર દોડતું થયું હતું. આ ફોન કોલ બાદ તાત્કાલિક પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.

ધમકી મળતાની સાથે જ સુરત જિલ્લા કોર્ટના તમામ કોર્ટરૂમ અને આસપાસના સમગ્ર પરિસરની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસની ટીમોએ કોર્ટ પરિસરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. સુરક્ષા કારણોસર આજના દિવસ માટે કોર્ટની તમામ કાર્યવાહી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વકીલો, અરજદારો અને સામાન્ય નાગરિકોને કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

આ તરફ સુરતની સાથે સાથે હવે સામે આવ્યું છે કે, ભદ્ર અને હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરત બાદ અમદાવાદમાં પણ ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. સ્મોલ કોસ કોર્ટના મેઇલ આઇડી પર ઇમેઇલ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે સ્થાનિક પોલીસ, ડોગ સ્કોડ, બીડીડીએસ, ર્જીંય્ની ટીમ તપાસ શરૂ કરી.

ગઇકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ઇમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના પગલે કોર્ટની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમોએ કોર્ટ પરિસરમાં તપાસ કરી હતી. આ પહેલા ડિસેમ્બર મહિનામાં અમદાવાદની અનેક સ્કૂલોને પણ બોમ્બ ધમકી ભર્યા ઇમેલ મળ્યા હતા. ઝાયડસ સ્કૂલ સહિતની કેટલીક શાળાઓને ધમકી મળતા સ્કૂલ સંચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરક્ષાને યાને રાખીને વિદ્યાર્થીઓને સલામત રીતે ઘરે મોકલવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તમામ શાળાઓમાં સઘન તપાસ કરવામાં આવી હતી.