બાલાસિનોરની ડમ્પિંગ વેસ્ટ સાઇટ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની રેડ

આખા ગુજરાતનો કચરો ઠલવાય છે તે મ્ટ્ઠઙ્મટ્ઠજૈર્હનિી ડમ્પિંગ સાઇટ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ રેડ પાડી છે. આખા ગુજરાતનો કચરો ઠાલવવામાં આવે છે તે સ્થળે કોંગ્રેસ પહોંચી ગઈ છે.

છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન આવ્યું એ સમયથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરતા હતા પણ સરકારે એની વાત ન સાંભળી અને આખા ગુજરાતમાંથી કેમિકલ કચરાને અહીં ઠાલવવામાં આવે છે જેના કારણે આસપાસના ૨૦ કિલોમીટર સુધીના વિસ્તારના લોકોને શ્ર્વાસ લેવાની સમસ્યાઓ થઈ રહી છે એ સિવાય અન્ય રોગો પણ લોકોને થઈ રહ્યા છે આખા ગુજરાતનો હાનિકારક કચરો કેમિકલ વેસ્ટ બાલાસિનોરની આ ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે જે લોકોના જીવન માટે નુક્સાનકારક છે,હવા માટે નુકશાનકારક છે, જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે.

બાલાસિનોરમાં આ કેમિકલ વેસ્ટના કારણે અહીંના આસપાસના વિસ્તારની સમગ્ર જમીન પ્રદૂષિત થઈ ગઈ છે જમીનનું પાણી દૂષિત થઈ ગયું અને બોરવેલમાં હવે કેમિકલ યુક્ત લાલ પાણી આવે છે. અહીંયા અનેક રિવસબલ બોર બનાવવામાં આવ્યા જેમાં પ્રદૂષિત કેમિકલને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે જેના કારણે આવું થઈ રહ્યું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોટી મોટી વાતો કરે છે અહીંયા આવીને તપાસ કરે તો ખબર પડે કે હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ ખૂબ વયું છે અને પાણી પણ અહીંયા પ્રદૂષિત થઈ ચૂક્યું છે

બાલાસિનોરમાં આ કેમિકલ વેસ્ટની ઠાલવણી પાછળ ભાજપના નેતાઓની ભાગીદારી જવાબદાર છે કેટલાય ભાજપના નેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે સરકારને પણ કરોડોનો હપ્તો જાય છે માટે લોકોની જિંદગી સાથે રમત રમાઈ રહી હોવા છતાં સરકાર આને બંધ કરાવતી નથી પણ આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે સ્થાનિકો સાથે રસ્તા પર ઉતરશે અને આ મુદ્દાને સદન સુધી પણ લઈ જવામાં આવશે