બહાદુરપુર એ.પી.એમ.સી. ખાતે ટ્રકમાં આગ લાગતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

બહાદરપુર અને ગામડી વચ્ચે આવેલા સસ્તા અનાજના ગોડાઉનના કમ્પાઉન્ડમાં આજે સવારે અનાજ ભરેલી એક ટ્રકના કેબિનમાં આગ લાગી હતી. આ ઘટના નવોદય સ્કૂલ પાસેના ગોડાઉન ખાતે બની હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રકનો ડ્રાઈવર સવારે કેબિનમાં બેસીને રસોઈ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, ડ્રાઈવર સમયસૂચકતા વાપરીને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

આગ લાગવાની જાણ બહાદરપુર APMCના પ્રમુખ ભૌમિકભાઈ દેસાઈને કરવામાં આવતા, તેમણે તાત્કાલિક બહાદરપુર-સંખેડા APMCના ફાયર બ્રિગેડને ઘટના સ્થળે મોકલ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ સળગતા ટ્રકના કેબિનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ ગોડાઉનના કર્મચારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.