
બગદૃાણાના સરપંચ એવા કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં પીડિતના આક્ષેપ વચ્ચે હુમલાની તપાસ માટે બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવ્યું છે. સમન્સ પ્રમાણે જયરાજ આહીરે આજ એટલે કે ૨૧મી જાન્યુઆરીના સાંજના પાંચ વાગ્યા સુધીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) સમક્ષ હાજર થવું પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એસઆઇટીએ ફરિયાદૃી નવનીત બાલધિયાને પણ સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ કેસની પ્રાથમિક તપાસ કરનારા બે પીઆઇને પણ એસઆઇટીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, આ સમગ્ર મામલાની શઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહીરના એક કાર્યક્રમથી થઈ હતી, જે મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈએ યોગેશભાઈ સાગર નામના વ્યક્તિનો ઉલ્લેખ કરી તેઓ બગદૃાણા ગુરુ આશ્રમમાં મેનેિંજગ ટ્રસ્ટી હોવાનું નિવેદૃન આપ્યું હતું. બાદૃમાં આ મામલે બગદૃાણા ગામના સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને કોલ કરીને મેનેિંજગ ટ્રસ્ટી બાબતે સાચી માહિતી આપી હતી. જે બાદૃ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારીને સોશિયલ મીડિયા મારફતે માફી પણ માગી હતી.
આ તમામ બાબતો વચ્ચે આ તરફ બગદૃાણા પંથકમાં નવનીત બાલધિયા પર મારામારીનો બનાવ બન્યો. જે બાબતે બગદૃાણા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદૃ અનુસાર, એક કાર લઈને સાત-આઠ જેટલા શખ્સો આવ્યા અને રોડ પર નવનીત બાલધિયાને ચારેય બાજુથી ઘેરી ગંભીર રીતે માર માર્યો હતો. જે આખી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને સોશિયલ મીડિયા પર આ હુમલો માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરના ઇશારે કરાયો હોવાના આરોપો ઉછળ્યા!
બાદૃમાં બગદૃાણામાં સરપંચ નવનીત બાલધિયાને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા અને આ તરફ હુમલાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલે ભારે ચર્ચા શ થઈ ગઈ. જોકે, આ સમગ્ર મામલે મહુવાના ડી.વાય.એસપી રીમાબા ઝાલાએ વિગતવાર ખુલાસો કર્યો હતો અને પોલીસે તપાસ બાદૃ આ હુમલા કેસમાં માયાભાઈ આહીર કે તેમના દૃીકરાની સંડોવણીના કોઈ પુરાવા નહીં હોવાનો દૃાવો કર્યો હતો.
ડીવાયએસપી રીમાબા ઝાલાએ સ્પષ્ટતા કરી કે, નવનીત બાલધિયા પર થયેલા હુમલા સાથે માયાભાઈ કે પછી તેમના પુત્ર જયરાજ આહીરને કોઈ જ લેવા દૃેવા નથી. ત્યારે પીડિતને ન્યાય અપાવવા ધારાસભ્ય સહિત આખો કોળી સમાજ આગળ આવ્યો હતો અને આ મામલે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મહુવા મામલતદૃારને આવેદૃનપત્ર અપાયું હતું, સાથોસાથ જો આ બાબતે યોગ્ય તપાસ કરી આરોપીઓને ઝડપવામાં નહીં આવે, તો આવનાર બગદૃાણામાં ઉગ્રમાં ઉગ્ર આંદૃોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. આટલું જ નહીં સમગ્ર મામલે કોળી સમાજના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ બહોળી સંખ્યામાં સમાજના લોકો સાથે પીડિત નવનીત બાલધિયાને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તેમણે આ મામલે ન્યાય માટે આશ્ર્વાસન આપ્યું હતું. આ સમયે હીરાભાઈ સોલંકીએ જાહેરમાં કહૃાું કે, જે ચમરબંધી હશે તેને સજા અપાવવાની છે, હું એટલા માટે અહીં આવ્યો છું. ભવિષ્યમાં કોઈ કોળી સમાજનું નામ ન લે, કોળી સમાજે બહુ સહન કર્યું છે, અને કોળી સમાજ પર અન્યાય સહન નહીં થાય.બાદૃમાં સમગ્ર મામલે તપાસ અધિકારી પોલીસ અધિકારી પીઆઇ ડી.વી.ડાંગરની ભૂમિકા શંકાસ્પદૃ જણાતા તેઓની બદૃલી કરાઈ હતી. તે સમયે પીઆઇ ડાંગરની લીવ રિઝર્વમાં બદૃલી કરી દૃેવાયા હતા. જોકે બાદૃમાં સમગ્ર મામલે ન્યાયની માંગને યથાવત રાખીને કોળી સમાજના આગેવાનો ૫ જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર પાસે પહોંચ્યા હતા. ધારાસભ્ય હિરા સોલંકી અને સાંસદૃ પુરુષોત્તમ સોલંકીની આગેવાનીમાં સમાજના ૩ સાંસદૃો અને ૧૫ જેટલા ધારાસભ્યો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મામલે મુલાકાત કરી ઉગ્ર રજૂઆત કરી હતી.બાદૃમાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ સાથે નવનીત બાલધિયાને ન્યાય મળે તે માટે જેના પર આરોપ છે તેવા માયાભાઈ આહીરના દૃીકરા જયરાજ આહીરને ક્લિનચિટ આપનાર મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રિમાબા ઝાલા પાસેથી ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે અને તળાજાના ડીવાયએસપી એન.બી. નકુમને હવે મહુવા ડિવિઝનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સાથે જ આ કેસની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે ખાસ એસઆઇટીની રચના કરવામાં આવી છે. આ અંગે નવનીત બાલધિયાએ જણાવ્યું કે, વાયરલ ઓડિયો ક્લિપમાં હું જે વ્યક્તિ સાથે વાત કરી રહૃાો છું એ અમારા બાજુના ગામનો જ છોકરો ઉત્તમ બામણિયા છે, જે બગદૃાણામાં જ રહેતા અન્ય એક વ્યક્તિ અજય ભાલિયાનો મિત્ર છે. હુમલાખોર વ્યક્તિઓની ટોળકી દૃાના ધંધા સાથે જોડાયેલા છે અને આ છોકરાઓની પણ તેમનો એક હિસ્સો છે. જેથી તેઓ હુમલાખોર આરોપીઓને ઓળખે છે અને આ લોકો જ આરોપીઓને હુમલાના દિૃવસે ૧૧ વાગ્યાની આસપાસ હથિયાર આપવા પહોંચ્યા હતા.