બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ વસંત પંચમીના શુભ પ્રસંગે નક્કી કરવામાં આવશે

પરંપરા મુજબ, બદ્રીનાથ ધામના દૃરવાજા ખોલવાની તારીખ શુક્રવાર, ૨૩ જાન્યુઆરી, વસંત પંચમીના રોજ નરેન્દ્ર નગર સ્થિત ટિહરી રાજ દૃરબારમાં નક્કી કરવામાં આવશે. બદ્રીનાથ-કેદૃારનાથ મંદિૃર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદૃીએ જણાવ્યું હતું કે બીકેટીસીએ આગામી ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને અને કપાટ ખોલવાની તારીખ નક્કી કરવા માટે તૈયારીઓ શ‚ કરી દૃીધી છે. એકવાર ખુલવાની તારીખો નક્કી થઈ જાય, પછી યાત્રાની કાર્ય યોજનાઓને અંતિમ સ્વ‚પ આપવામાં આવશે.

બીકેટીસી મીડિયા ઇન્ચાર્જ ડૉ. હરીશ ગૌરે માહિતી આપી હતી કે બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવા માટે એક ધાર્મિક સમારોહ ૨૩ જાન્યુઆરીએ સવારે ૧૦:૩૦ વાગ્યે નરેન્દ્ર નગરના ટિહરી પેલેસ ખાતે શ‚ થશે.

આ વર્ષે બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવશે. ગડુ ઘડા તેલ કળશ યાત્રાની તારીખ પણ નક્કી કરવામાં આવશે. સમારોહમાં, રાજપુરોહિત આચાર્ય કૃષ્ણ પ્રસાદૃ ઉનિયાલ મહારાજા મનુજ્યેન્દ્ર શાહની જન્મકુંડળીની તપાસ કરીને અને પંચાંગની ગણતરી કર્યા પછી શ્રી બદ્રીનાથ ધામના દૃરવાજા ખોલવાની તારીખ નક્કી કરશે.