અમેરિકા-ઈરાન-ઈઝરાયલ તણાવની વૈશ્ર્વિક અસર : ઈંધણથી લઈને કરિયાણા સુધી ભાવવધારો

યુદ્ધની અસરથી દાહોદની જનતા ઉપર મોંઘવારીનો માર, રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં ૧૦% સુધી વધારો.

ક્રૂડ ઓઈલ, ફૂડ ઓઈલ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતાં દૂધ, શાકભાજી, અનાજ, LPG-CNG સહિત દૈનિક ઉપયોગની વસ્તુઓ મોંઘી બની 

અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર દેખાવા લાગી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ફૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે દેશમાં રોજિંદી જીવન જ‚રી ચીજવસ્તુઓના ભાવમાં છેલ્લા એક મહિનામાં ૫ થી ૧૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગ માટે હાલની પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. આવક સ્થિર હોવા છતાં રોજિંદા ખર્ચમાં સતત વધારો થતાં પરિવારો માટે ઘરખર્ચ સંભાળવો કઠિન બન્યો છે. વેપારીઓ અને આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય તણાવ ને લઈ અને રોજિંદી વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે

દાહોદ શહેર ના વેપારીઓના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટેશન, પેકેજિંગ અને સપ્લાય ચેઇન મોંઘી બનતા દૂધ, શાકભાજી, અનાજ કરિયાણું, ફૂડ પ્રોડક્ટ્સ તેમજ સાબુ, શેમ્પુ અને ટૂથપેસ્ટ જેવી દૈનિક વપરાશની વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ LPG, PNG, CNG, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પણ સામાન્ય લોકો માટે વધારાનો બોજ બની રહ્યા છે.

યુદ્ધ લાંબા સમય સુધી યથાવત રહેશે, તો આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ છેલ્લા અનેક અઠવાડિયાથી ચાલુ છે અને તેની વૈશ્ર્વિક અર્થતંત્ર પર સીધી અસર જોવા મળી રહી છે. દાહોદના વેપારી વર્ગમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હાલની સ્થિતિ લાંબી ચાલે તો બજારમાં વધુ અસ્થિરતા સર્જાઈ શકે છે.

ગૃહિણીઓ પર વધતી મોંઘવારીનો ડબલ માર વધતી મોંઘવારીનો સૌથી વધુ અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહ્યો છે. રોજિંદા ઉપયોગની દૂધ, શાકભાજી, અનાજ, તેલ અને કરિયાણાની વસ્તુઓના ભાવ સતત વધતા હોવાથી ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો છે. ગેસ સિલિન્ડર, ઈગૠ અને પેટ્રોલના વધતા ખર્ચને કારણે પરિવહન ખર્ચ પણ વધી ગયો છે. ગૃહિણીઓનું કહેવું છે કે, આવક જેટલી જ હોવા છતાં મહિનાના અંત સુધી બજેટ ચલાવવું કઠિન બની રહ્યું છે. ઘણા પરિવારો હવે જ‚રી વસ્તુઓમાં પણ કાપ મૂકવા મજબૂર બન્યા છે. જો આવું જ ચાલુ રહેશે તો મધ્યમ વર્ગ માટે આર્થિક સંકટ વધુ ઊંડું બની શકે છે.

મોંઘવારી સતત વધી રહી છે, પરંતુ મધ્યવર્ગની આવક એ જ સ્થાને અટકી ગઈ છે. દૂધ, શાકભાજી, અનાજ, ગેસ, પેટ્રોલ અને બાળકોના શિક્ષણથી લઈને દૈનિક જ‚રિયાતોની દરેક વસ્તુ મોંઘી બનતા પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ રહ્યું છે. ઘણા પરિવારો હવે બચત કરવાનું તો દૂર, ઘરખર્ચ ચલાવવા માટે પણ સમાધાન કરવા મજબૂર બન્યા છે. મધ્યવર્ગનું કહેવું છે કે પગારમાં વધારો ન થાય અને ખર્ચ સતત વધતો રહે તો સામાન્ય માણસ માટે જીવન જીવવું મુશ્કેલ બની જશે. લોકો હવે મોજશોખ છોડીને માત્ર જ‚રી ખર્ચ સુધી જ સીમિત રહેવા લાગ્યા છે.