અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા:મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટનું બેવાર લેન્ડિંગ ફેઇલ

મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટ પેસેન્જર્સના આજે જીવ તાળવે ચોંટી ગયા હતા. અક્સા એરની ફ્લાઇટ નં.QP 1781 અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવા પ્રયાસો કર્યા પરંતુ લેન્ડ થઈ શકી નહોતી. ખૂબ પ્રયાસો કરવા છતાં આ ફ્લાઇટ(Boeing 737 Max 8) બેવાર ઉપર આવી ગઈ હતી. અંતે ફ્લાઇટને જયપુર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

13 જાન્યુઆરી, 2026ના રોજ 8.40 વાગ્યે મુંબઈથી ટેકઓફ થઈ હતી. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટ 10 વાગ્યે લેન્ડિગ ટાઇમ હતો. પરંતુ આ સમયે જ કોઈ સમસ્યા ઉભી થતાં ફ્લાઇટ લેન્ડ કરવામાં મુશ્કેલીઓ આવી હતી.

આ ફ્લાઇટના એક મુસાફરે જણાવ્યું કે, આ ફ્લાઇટ 10 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવાની હતી. પરંતુ બે વખત લેન્ડ કરવામાં આવી પરંતુ બન્ને વાર ફ્લાઇટ ઉપર આવી ગઈ હતી. જેથી લોકોમાં ભયનો માહોલ હતો. તમામ પેસેન્જર્સ પરેશાન થઈ ગયા હતા. ત્યાર બાદ આ ફ્લાઇટને જયપુર એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી હતી.