અમદાવાદના સાબરમતી  રેલવે  સ્ટેશન પાસે  એએનટીએફની  મોટી કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સએ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે સફળ કાર્યવાહી હાથ ધરી મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, સાબરમતી રેલવે સ્ટેશનના ગેટ નજીકથી આરોપી પ્રકાશ બિશ્નોઈને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. ૯ લાખ ૫૦ હજારની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો છે. પ્રાથમિક તપાસ દરમિયાન આ કેસમાં અન્ય એક આરોપી ગોપાલસિંહ ભાદુનું નામ પણ સામે આવ્યું છે.

એએનટીએફ પોલીસે આરોપી પ્રકાશ બિશ્નોઈની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે ફરાર આરોપી ગોપાલસિંહ ભાદુની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે ડ્રગ્સના જથ્થાનો સ્ત્રોત અને તેની સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ શરૂ કરી છે.