
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામોના કોન્ટ્રાક્ટ આપ્યા બાદૃ કોન્ટ્રાક્ટરોને નાણાં ચૂકવવામાં કરવામાં આવતા વિલંબ મામલે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. એક અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એએમસીના અધિકારીઓની ઝાટકણી કાઢતા કહૃાું કે, તમે લોકોના સામાજિક જીવન સાથે છેતરિંપડી કરી રહૃાા છો.
હાઈકોર્ટે ટકોર કરી હતી કે કોર્પોરેશન તમામ કામો કોન્ટ્રાક્ટ પર આપી દૃે છે, પરંતુ જ્યારે પૈસા ચૂકવવાની વાત આવે ત્યારે જવાબદૃારીમાંથી પીછેહઠ કરે છે. કોર્ટે સવાલ ઉઠાવ્યો કે, તમે કામ પૂર્ણ કરવાની ડેડલાઇન આપો છો, કોન્ટ્રાક્ટર તમારા માટે કામ કરે છે, છતાં તમે તેમને પૈસા કેમ નથી આપતા? આના કારણે ગરીબ મજૂરોને પણ પૈસા મળતા નથી.
કોન્ટ્રાક્ટરોએ રજૂઆત કરી હતી કે કોર્પોરેશન પૈસા ચૂકવતું નથી, જેના કારણે શ્રમિકોના વેતન અને કામ બંને અટકી જાય છે. બીજી તરફ, જો કામમાં થોડો વિલંબ થાય તો કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી દૃે છે. આ મુદ્દે હાઈકોર્ટે જણાવ્યું કે, જો તમામ કોન્ટ્રાક્ટરો ભેગા થઈને તમારા કામ લેવાની ના પાડી દૃે તેવી સ્થિતિ ઊભી થાય, તો તેનો અર્થ એ કે તમારું વલણ વિકાસની દિૃશામાં નથી.
હાઈકોર્ટે વધુમાં ઉમેર્યું કે, આ ખૂબ જ કમનસીબ ઘટના છે. લોકો ટેક્સના પૈસા ભરે છે, છતાં શ્રમિકો વંચિત રહે છે. કોન્ટ્રાક્ટર પોતાનો બિઝનેસ કરે છે, તમે તેમને પૈસા કેમ નથી આપતા? શ્રમિકોને પૈસા ન મળે તો લોકોના કામ અટકી જાય છે, પણ કોર્પોરેશનના અધિકારીઓને તેનાથી કોઈ ફરક પડતો નથી. આ અવલોકનો સાથે હાઈકોર્ટે કોર્પોરેશનને રાહત આપવાનો ઇનકાર કરી તેમની અરજી ડિસમિસ કરી દૃીધી હતી.