અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી, થેલીઓ રાખનારા વેપારીઓ-ફેરિયાઓને દંડ ફટકારાશે

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં શહેરમાં કેટલાક વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ અને ઉત્પાદન કરવામાં આવતું હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કડક કાર્યવાહી કરશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા શાકભાજી અને ફ્રૂટ માર્કેટ સહિત જાહેર સ્થળોએ પ્લાસ્ટિક ની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ અમલમાં લાવવા આદેશ આપવામાં આવ્યા બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીએ દંડાત્મક પગલાં લેવા નિર્ણય કર્યો છે.

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે શહેરને પ્રતિબંધિત પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરાશે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–૨૦૧૬ મુજબ ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક થેલીઓ તથા ૬૦ જીએસએમથી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

નિયમનો ભંગ કરતા ફેરિયાઓ અને વેપારીઓ સામે નીચે મુજબ દૃંડ વસૂલવામાં આવશે:

પ્રથમ વખતઃ રૂ. ૧૦૦૦,બીજી વખતઃ રૂ. ૩૦૦૦,ત્રીજી વખત અને ત્યારબાદઃ રૂ. ૫૦૦૦

શહેરમાં જા કોઈ ફેક્ટરીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક નું ઉત્પાદન ઝડપાશે તો ફેક્ટરીને ૧૫ દિવસ માટે સીલ કરવામાં આવશે. જા કોઈ દુકાનદાર અથવા મોટા હોલસેલ વેપારી પાસેથી ૧૦૦ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાÂસ્ટકનો જથ્થો ઝડપાશે તો દુકાન અથવા ગોડાઉન ૧૦ દિવસ માટે સીલ કરવામાં આવશે તથા નિયમ મુજબ પેનલ્ટી વસૂલાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક પ્લાÂસ્ટકનો ઉપયોગ બંધ કરવા પ્રોત્સાહિત કરવા ૧૬ લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. અગાઉ પણ આ પ્રકારનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક ઘરને બે કાપડની થેલીઓ આપવામાં આવી છે અને બજારમાં ખરીદી કરવા જતા નાગરિકો કાપડની થેલી સાથે લાવે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા હજી પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક નું વેચાણ કરવામાં આવતું હોવાથી હવે આવા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.શહેરને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે કોર્પોરેશન સક્રિય અને કડક અમલવારી માટે પ્રતિબદ્ધ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.