
અમદાવાદમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સવસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન અંદાજે ૧૫૦૦ કરોડની જંગી કરચોરીનો પર્દાફાશ થયો છે. તપાસમાં અમદાવાદ સ્થિત ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ’ નામની કંપની શંકાના ઘેરામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે કંપનીએ મોટા પાયે ગેરરીતિ આચરીને સરકારી તિજોરીને ભારે નુક્સાન પહોંચાડ્યું છે. દરોડા દરમિયાન મોટી માત્રામાં દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે, જેના આધારે આથક ગેરરીતિના સ્પષ્ટ સંકેતો મળ્યા છે.
આ કેસમાં કડક કાર્યવાહી કરતા ડીજીજીઆઇએ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરી છે. આરોપ છે કે ડેટા સાયન્સ અને ટેકનોલોજીના નામે બોગસ બિલિંગ કરવામાં આવી અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું.
હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તપાસ એજન્સી હવે આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે અને કરચોરીની રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.