એક સવાભાવી સંસ્થા દ્વારા દપણ સિનમાં રોડ પર સ્વચ્છતા આભયાન હાથ ધરાયું

ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ સહિત કેટલાક કાઉન્સિલરો સફાઈ અભિયાનમાં જોડાયા આવા અભિયાન માત્ર ગણતરીના દિવસો પૂરતા સીમિત ન રહી સતત ચાલતા રહે તેવી લોકમાંગ.

દાહોદ શહેરની એક સેવા ભાવિ સંસ્થા દ્વારા શહેરના દર્પણ રોડ પર એલડી હોસ્પિટલની ગલીમાં હાથ ધરવામાં આવેલ સફાઈ અભિયાનમાં દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા મહિલા પ્રમુખ તેમજ કેટલાક કાઉન્સિલર સહિત શહેરીજનો જોડાયા હતા. આજે સવારે હાથ ધરાયેલ આ સફાઈ અભિયાનમાં વરસાદને કારણે થયેલ કાદવ કિચડ તેમજ કચરો વગેરે સાફ કરવામાં આવ્યા હતા. આવા સફાઈ અભિયાન માત્ર ગણતરીના દિવસો પૂરતા સીમિત ન રહી સતત ચાલતું રહે તેવી નગરજનોની લાગણી અને માગણી છે.

દાહોદ શહેરના વોર્ડ નંબર-૩ માં આવેલ દર્પણ સિનેમા રોડ પર એલડી હોસ્પિટલની સામે આવેલ નગર પાલિકાના એક શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં બનાવેલ દુકાનો તથા લોબીમાં ચોમાસાના પાણી ભરાઈ જાય છે. પરંતુ તે પાણીના નિકાલ માટે કોઈ ચોક્કસ અલાયદી સુવિધા ન હોવાને કારણે પાણી વધુ સમય સુધી ભરાયેલું રહેતા આ શોપિંગ સેન્ટર મચ્છરનું ઉદ્ધવ સ્થાન બની જતા મચ્છરનો ઉપદ્રવ આસપાસમાં આવેલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે જોખમ‚પ સાબિત થઈ રહ્યો છે. આ શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફલોરમાં ચોમાસાની સિઝનને બાદ કરતા હંમેશા કુડા કચરાનો ભરાવો રહેતાં ઘણીવાર નગર પાલિકાનું આ શોપિંગ સેન્ટર નર્કાગાર બની જતું જોવા મળી રહ્યું છે. આજે શહેરની એક સેવાભાવી સંસ્થા દ્વારા દાહોદના દર્પણ સિનેમા રોડ પર એલડી હોસ્પિટલની ગલીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, પાલિકાના કેટલાક કાઉન્સીલર સહિત નગરજનો જોડાય હતા. અને તે ગલીમાં આવેલ શોપિંગ સેન્ટરની આગળ રોડ પર જામેલ કાદવ- કિચડ પાવડા વડે સાફ કર્યો હતો. તેમ જ તે શોપિંગ સેન્ટરના ભોયતળિયામાં આવેલ દુકાનો તથા લોબીમાં ભરાયેલ વરસાદના પાણીને મોટર વડે પાલિકાના સંલગ્ન વિભાગ દ્વારાનિકાલ કરવામાં આવ્યો હતો. આ શોપિંગ સેન્ટરમાં થતી ગંદકીના કાયમી નિકાલની તાતી જ‚ર.

દાહોદ નગરપાલિકા દ્વારા દર્પણ સિનેમા રોડ એલડી હોસ્પિટલ વાળી ગલીમાં બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરના ભોયતળિયામાં તથા ફર્સ્ટ ફલોરમાં દુકાનો બનાવવામાં આવી છે. આ શોપિંગ સેન્ટરના ભોંયતળિયામાં પાણી તેમજ કચરાના નિકાલની કોઈ સુવિધા ન હોવાને કારણે આ શોપિંગ સેન્ટરના ભાય તળિયામાં પાણી તેમજ રહેતા આ શોપિંગ સેન્ટરનું ગ્રાઉન્ડ કુચરાના ઢગ હંમેશા ખડકાયેલા ફલોર મચ્છરનું ઉદભવ સ્થાન બનીને રહી જવા પામ્યું છે. જેથી આશોપિંગ સેન્ટરમાં થતી ગંદકીના કાયમી નિકાલની તાતી જ‚ર છે. દાહોદ શહેરને સ્વચ્છ રાખવું એ સૌ દાહોદ વાસીઓની ફરજ છે. શહેરને સ્વચ્છ રાખવું એ માત્ર વહીવટી તંત્રની એકલાની જ ફરજ નથી પરંતુ સાથે સાથે સૌ દાહોદ વાસીઓની પણ એટલી જ ફરજ છે. ભૂતકાળમાં દાહોદના કલેકટર તરીકે અનુપમ હતા અને પ્રાંત અધિકારી તરીકે રાહુલ ગુપ્તા હતા. આ બંને અધિકારીની જોડી અવાર નવાર શહેરના બજારોની લારી-ગલ્લા વાળાઓને પોતાની મુલાકાત લેતી હતી અને દુકાનો તથા લારી-ગલ્લા આગળ પડેલ કચરા માટે જવાબદાર ઠેરવી તેઓ વિ‚દ્ધ ચોક્કસપણે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી. જે કાર્યવાહીનું ખૂબ જ સચોટ અને સકારાત્મક પરિણામ મળતા તે સમયે શહેર મહદઅંશે મચ્છર મુક્ત બન્યું હોવાનું અનુભવાતું હતું. આવો માહોલ ફરીવાર બનાવવામાં આવે તેવું સૌ દાહોદવાસીઓ ઈચ્છી રહ્યા છે.