અજીત પવારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા, તેમના પુત્રોએ ચિતાને અગ્નિદાહ આપ્યો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આજે તેમના વતન બારામતીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દૃેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ િંશદૃે સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહૃાા હતા. બુધવારે વિમાન દૃુર્ઘટનામાં તેમનું અવસાન થયું. અજિત પવારના અવસાન બાદ રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.

વિદ્યા પ્રતિષ્ઠાન મેદૃાનમાં અજિત પવારના અંતિમ સંસ્કાર માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. મેદાનની અંદર એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારને યોગ્ય શ્રદ્ધાંજલિ અને સુરક્ષિત રીતે જોવા માટે મેદાનને બેરિકેડ કરવામાં આવ્યું હતું. દૃૂર દૃૂરથી લોકો અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે અને અંતિમ સંસ્કાર જોઈ શકે તે માટે વિવિધ સ્થળોએ મોટી સ્ક્રીનો પણ લગાવવામાં આવી હતી.

પાંચ મોટા પંડાલો બનાવવામાં આવ્યા હતા, જ્યાં દૃેશભરના અગ્રણી નેતાઓ અને અજિત પવારના પરિવારના સભ્યો બેઠા હતા. આ પંડાલોમાં અજિત પવારનો મોટો ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અજિત પવારના અંતિમ સંસ્કાર માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

અજીત પવારન્ો પંડાલ પર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર િંશદૃે, મહારાષ્ટ્રના મંત્રી ચંદ્રકાંત પાટિલ, છગન ભુજબળ અને એનસીપી સાંસદૃ પ્રફુલ્લ પટેલે અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપી. આ બધા નેતાઓએ અજિત પવારને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદૃ સાવંત અને શિવસ્ોના યુબીટીના વડા ઉદ્વવ ઠાકરે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે એનસીપી અજીત જુથના ધારાસભ્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી

બપોરે અંતિમ સંસ્કાર શ‚ થયા હતાં . અજિત પવારના પુત્રો, પાર્થ અને જય, એ તેમના પિતાની ચિતાને અગ્નિદૃાહ આપ્યો. તેમના પત્ની અને રાજ્યસભા સભ્ય, સુનેત્રા પવાર, તેમના ગામ, કાટેવાડીથી રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા તેમના પાર્થિવ શરીરને વિદ્યા પ્રતિષ્ઠાન મેદૃાનમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ ખૂબ જ દૃુ:ખી હતા. મેદૃાનમાં હાજર હજારો લોકોએ “અજીત દૃાદૃા અમર રહેં” ના નારા લગાવ્યા, જેનાથી વાતાવરણ ગમગીન થઈ ગયું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પાર્થિવ શરીરને ત્રિરંગામાં લપેટીને અંતિમ સંસ્કાર માટે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં લાવવામાં આવ્યું હતું. રસ્તાની બંન્ને બાજુએ લોકોની ભીડ જામી હતી લોકોએ અજિતના પાર્થિવદૃેહના વાહન પર ફુલો અર્પિણ કર્યા હતાં વાહનની આગળના ભાગમાં મોટરસાયકલ પર અજીતના ટેકેદૃારો ગ્રાઉન્ડ સુધી પહોેચ્યા હતાં ગ્રાઉન્ડ પર શબ આવ્યા બાદૃ ત્ોમના શરીર પરથી તિરંગો હટાવવામાં આવ્યો હતો આ પ્રસંગ્ો ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારબાદૃ અજીતના પરિવારના સભ્યો, વિવિધ પક્ષના ન્ોતાઓએ અજીત પવારના પાર્થિવ દૃેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.સમર્થકો બાઇક, ટ્રેક્ટર-ટ્રોલી અને બસોમાં પહોંચ્યા હતા. અંતિમયાત્રામાં એકથી બે કિલોમીટર સુધી લોકોની ભીડ હતી.

બુધવારે સવારે ૮:૪૫ વાગ્યે બારામતી એરપોર્ટ નજીક પવારનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. તેઓ ૬૬ વર્ષના હતા. બારામતી એરપોર્ટ પર ઉતરતી વખતે વિમાન ક્રેશ થયું હતું.

આ અકસ્માતમાં પવારના સુરક્ષા ગાર્ડ, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ સહિત પાંચ લોકોના મોત થયા હતા. પવાર ૫ ફેબ્રુઆરીએ પુણેમાં જિલ્લા પરિષદની ચૂંટણી માટે ચાર રેલીઓને સંબોધવાના હતા. પવારના નિધન બાદૃ મહારાષ્ટ્રમાં ત્રણ દિૃવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે (૨૮ જાન્યુઆરી) વિમાન દૃુર્ઘટનામાં અવસાન થયું. આ દૃુ:ખદૃ ઘટનાના એક દિૃવસ પછી, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે કોકપીટ વોઇસ રેકોર્ડર અને લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યા છે.ડીજીસીએ અને ફોરેન્સિક અધિકારીઓ ક્રેશ સ્થળની તપાસ કરી રહૃાા છે. ટીમે સમગ્ર ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ કરી છે.

અગાઉ, અધિકારીઓએ જણાવ્યું હતું કે જો ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ અને લાઇટ ડેટા મળી આવે, તો અકસ્માત તરફ દૃોરી જતી ઘટનાઓનો ક્રમ નક્કી કરવા માટે તેમની તપાસ કરવામાં આવશે. હવે, દિૃલ્હી સ્થિત વીએસઆર એવિએશન કંપનીની માલિકીના લર્નજેટ ૪૫ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે.