
અભિનેતા કમલ આર ખાન ઘણીવાર તેમના ટ્વીટ્સ અને નિવેદનો માટે વિવાદમાં રહે છે. આ વખતે, તેઓ તેમના ટ્વીટ્સ કે નિવેદનોને કારણે નહીં, પરંતુ ફાયિંરગની ઘટનાને કારણે વિવાદૃમાં છે. ગઈકાલે, પોલીસે ઓશિવારા ફાયિંરગ કેસના સંદર્ભમાં કમલ આર ખાનની અટકાયત કરી હતી. ગઈકાલે બાંદ્રા કોર્ટમાં કમલ આર ખાનને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે વધુ તપાસ માટે તેને ૨૭ જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદૃેશ આપ્યો હતો.
કમલ આર. ખાન કોર્ટમાંથી બહાર નીકળતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાો છે. વીડિયોમાં, તે કાળા કપડાથી ચહેરો ઢાંકેલો જોઈ શકાય છે. તેને બે પોલીસકર્મીઓ દ્વારા પકડી રાખવામાં આવ્યો છે. તેને કડક સુરક્ષા વચ્ચે વાનમાં લઈ જવામાં આવી રહૃાો છે.
૨૪ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ અંધેરી પશ્ર્ચિમના ઓશિવરા વિસ્તારમાં બનેલી ગોળીબારની ઘટનાના સંદૃર્ભમાં મુંબઈ પોલીસે કમાલની ધરપકડ કરી હતી. ૧૮ જાન્યુઆરીના રોજ થયેલા બે રાઉન્ડ ગોળીબારની પોલીસ તપાસ બાદૃ આ ધરપકડ કરવામાં આવી હતી. ગોળીબારમાં કોઈને ઈજા થઈ ન હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ બાદૃ, અધિકારીઓને શંકા હતી કે ગોળીબાર કમલના નિવાસસ્થાન નજીકના બંગલામાંથી ચલાવવામાં આવ્યો હશે. પૂછપરછ દૃરમિયાન, તેણે કબૂલ્યું હતું કે ગોળીબાર તેના લાઇસન્સ પ્રાપ્ત હથિયારથી ચલાવવામાં આવ્યો હતો જ્યારે તે તેનું પરીક્ષણ કરી રહૃાો હતો.
કમાલના વકીલે આ બાબતે નિવેદૃન જારી કર્યું છે. તેમણે કહૃાું, “અમે કોર્ટને કહૃાું હતું કે નાલંદૃા બિલ્ડિંગ અને કમલ આર. ખાનના બંગલા વચ્ચે ૪૦૦ મીટરનું અંતર છે. પોલીસે જપ્ત કરેલી પિસ્તોલ તેમની લાઇસન્સવાળી બંદૃૂક છે, તેની રેન્જ ૨૦ મીટરથી વધુ નથી. કમલ આર. ખાનનો ગોળીબારની ઘટના સાથે કોઈ સંબંધ નથી.”