મોરવા(હ)ના દેલોચ ગામથી સંતરામપુર જતા રોડ ઉ5ર તા.15/07/2025ના રોજ ક્રેટા ગાડીમાં લઈ જવાતો રૂા.96,824/-ના દારૂ તેમજ રોકડ મોબાઈલ ફોન મળી કુલ રૂા.16,12,374/-ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ સંજયકુમાર કાંતીલાલ બારીયા, યોગેશકુમાર નરવતસિંહ ઉર્ફે નટવરસિંહ ચૌહાણે કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી હાથ ધરતા કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.
મોરવા(હ)ના દેલોચ થી સંતરામપુર જતા રોડ ઉપરથી પોલીસે ક્રેટા ફોર વ્હીલ ગાડીને રોકી હતી અને ફોર વ્હીલ માંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીન મળી કુલ નંગ-3252 કિંમત રૂા.7,96,827/-, મોબાઈલ ફોન નંગ-2, રોકડા રૂપીયા અને વાહન મળી કુલ રૂા.16,12,374/-ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી કાલચંદ્ર ઉર્ફે કાલુ લચ્છીરામ ભારથાજી ડાંગી તેમજ દારૂનો જથ્થો મોકલનાર આરોપી યોગેશ નટવરસિંહ ઉર્ફે નટુભાઇ ચૌહાણ, સંજયભાઇ કાંતીભાઇ પટેલને ઝડપી પાડી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આરોપી સંજયકુમાર કાંતીલાલ બારીયા (પટેલ, રહે. વેજલપુર નાયક ફળીયું, કાલોલ) અને યોગેશકુમાર નરવતસિંહ ઉર્ફે નટવરસિંહ ચૌહાણ (રહે. બેઢીયા, ધુળાખાતુની મુવાડી,કાલોલ)એ રેગ્યુલર જામીન અરજી પાંચમી એડીશનલ સેશન્સ જજ વી.વી.મોઢેની કોર્ટમાં દાખલ કરી હતી. આ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરએ વિગતવાર દલીલો કરતાં દલીલોને ગ્રાહ્ય રાખી રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.