
ભારતના રાષ્ટ્રપતિ અને સશ દળોના સુપ્રીમ કમાન્ડર, શ્રીમતી દ્રૌપદી મુર્મુ, રવિવારે કર્ણાટકની મુલાકાતે છે. કર્ણાટકના કારવાર નૌકાદળ મથકથી પ્રસ્થાન કરીને, દ્રૌપદી મુર્મુએ ભારતીય નૌકાદળની સ્વદેશી રીતે નિમત કલવરી-ક્લાસ સબમરીન, આઇએનએસ વાગશીર પર બેસીને પશ્ર્ચિમી સમુદ્ર કિનારે ઐતિહાસિક દરિયાઈ સફર શરૂ કરી. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી આ મહત્વપૂર્ણ પ્રસંગે રાષ્ટ્રપતિ સાથે હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત ઘણી રીતે ઐતિહાસિક છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કલવરી-ક્લાસ સબમરીન પર મુસાફરી કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. અગાઉ, ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે સબમરીન પર મુસાફરી કરી હતી. આ કોઈપણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી બીજી સબમરીન યાત્રા છે.
પ્રોજેક્ટ ૭૫ હેઠળ બનેલ કલવરી-ક્લાસની અત્યાધુનિક, ડીઝલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન, આઇએનએસ વાગશીર, ભારતીય નૌકાદળની સબમરીન ક્ષમતા, આત્મનિર્ભર ભારત અને ’મેક ઇન ઇન્ડિયા’ પહેલનું શક્તિશાળી પ્રતીક છે. આ સબમરીન સમુદ્રની અંદર ગુપ્ત કામગીરી, દેખરેખ, ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને દુશ્મન જહાજો અને સબમરીન સામે અસરકારક કાર્યવાહી કરવા સક્ષમ છે. રાષ્ટ્રપતિની મુલાકાત ભારતીય નૌકાદળની હિંમત, તકનીકી કૌશલ્ય અને વ્યાવસાયિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે સશ દળો પ્રત્યે સર્વોચ્ચ નેતૃત્વના આત્મવિશ્ર્વાસ અને સમર્થનને પણ મજબૂત બનાવે છે.