હાલોલની એક શાળામાં ભણતા ધો.-11માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે બારી ખોલવા બંધ કરવા બાબતે થયેલી બોલાચાલીની અદાવતના પડઘા હાલોલ બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં પડ્યા હતા. જેમાં વિદ્યાર્થીને બેરેહમી પુર્વક લાકડીના ફટકા મારી અસામાજિક તત્વોએ કર્યો હતોે. જેને પગલે ચકચાર મચી જવા પામી હતી.
હાલોલ શહેર પોલીસ અને કાયદાનો ડર આવા તત્વોને રહ્યો નથી તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. હાલોલ શહેરના એસ.ટી.બસ ડેપોમાં તા.18 ડિસેમ્રના રોજ ગંભીર ધટના બની હતી. ધો.-11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને જાહેરમાં બેરેહમી પુર્વક લાકડીના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હાલોલ તાલુકાના અડીરણ ગામમાં રહેતો વિદ્યાર્થી હાલોલની હાઈસ્કુલમાં અભયાસ કરે છે. હાળામાં બારી ખોલવા બાબતે તેના સાથી વિદ્યાર્થી સાથે ઝધડો થયો હતો. ત્યારબાદ સાંજે સ્કુલેથી છુટ્યા બાદ અદિરાણનો વિદ્યાર્થી ધરે જવા માટે એસ.ટી.ડેપોમાં પહોંચ્યો હતો. ત્યારે સ્કુલે થયેલા ઝધડાની અદાવતે વિદ્યાર્થીએ અન્ય બે ઈસમોને ફોન કરીને બોલાવી તેની સાથે મારામારી કરી હતી. જેમાં ફોન કરી બોલાવેલ ઈસમોએ હાથમાં લાકડી લઈને આવેલ તથા પાઈપ વડે તુટી પડ્યા હતા. જેને લઈ તે વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ સમગ્ર ધટનાને લઈને વિદ્યાર્થીના પિતાએ હાલોલ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.