કાંકરિયા કાનવલમાં પહેલા દિવસે ઉમટ્યું માનવ મહેરામણ, ૪૬ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે આજથી ૩૧ ડિસેમ્બર સુધી ’કાંકરિયા કાનવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે, ત્યારે ગઇકાલે સાંજ સુધીમાં ૪૬ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.

અમદાવાદના આંગણે ’કાંકરિયા કાનવલ’નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. વર્ષ ૨૦૦૮માં આ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી આ કાનવલ અમદાવાદીઓની ઓળખ બની ગયો છે. આ વખતે પણ ગુજરાતના જાણીતા સિંગરોના પર્ફોમન્સ અને અનેક સ્પર્ધા અહીં યોજાશે.

એએમસી દ્વારા કાંકરિયા કાનવલને લઈને એક ખાસ પ્રકારની સિસ્ટમ લગાવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકો કાંકરિયા પરિસરમાં આવી રહ્યા છે તે અંગે હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનું ઓનલાઈન મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કાંકરિયામાં બનાવામાં આવેલા પોલીસ કંટ્રોલ રૂમમાં ખબર પડશે કે પરિસરમાં કેટલા લોકો હાજર છે અને કેટલા લોકો અંદર પ્રવેશ લઈ રહ્યા છે. આજે સાંજે છ વાગ્યા સુધીમાં ૪૬ હજારથી વધુ લોકોએ અંદર પરિસરમાં પ્રવેશ મેળવ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આ મહોત્વને પાંચ દિવસ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગુજરાતના ગરબા સમ્રાટ ર્ક્તિીદાન ગઢવી સુરોથી માહોલને રંગીન કરશે. આ વર્ષે કાનવલમાં નવા આકર્ષણો જેમ કે ડ્રોન શો, પાયરો શો, પેટ ફેશન શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો સાથે લોકોને મફત પ્રવેશ આપવામાં આવશે, જે ૩૧ ડિસેમ્બર સુધી ચાલશે.