અમદાવાદમાં પાર્કિંગ હવે થશે મોંઘુ! ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના નવા દરો મંજૂર

અમદાવાદીઓએ હવે વધુ ચાર્જ ચૂકવવો પડશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પા‹કગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. એએમસી સંચાલિત પે એન્ડ પાર્ક અને ઓન-સ્ટ્રીટ પા‹કગના ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવતા હવે આગામી દિવસોમાં ચાર્જ વધી જશે.

ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા પા‹કગના દરોમાં કેટલાક ફેરફાર કરીને નવા દરોને મંજૂરી આપવામાં આવી છે.

ટુ-વ્હીલર પા‹કગના નવા દરોઃ

પ્રથમ કલાકના ૫ રૂપિયાની જગ્યાએ હવે ૧૦ રૂપિયા ચૂકવવા પડશે.

૧ થી ૩ કલાકના ૧૫ રૂપિયા.

૩ થી ૬ કલાકના ૨૫ રૂપિયા.

૬ થી ૧૨ કલાકના ૪૦ રૂપિયા.

૧૨ થી ૪૨ કલાક માટે ૫૫ રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો છે.

ગુજરાત સરકારે જાહેર કર્યું વર્ષ ૨૦૨૭ની જાહેર રજાઓનું કેલેન્ડર; જાણો સરકારના કર્મચારીઓ અને બેંકની રજાઓનું લિસ્ટ

ફોર-વ્હીલર પા‹કગના નવા દરોઃ

પ્રથમ કલાકના ૧૫ રૂપિયાને બદલે હવે ૨૦ રૂપિયા ચાર્જ રહેશે.

૧ થી ૨ કલાકના ૪૦ રૂપિયા.

૩ થી ૬ કલાકના ૮૦ રૂપિયા.

૬ થી ૧૨ કલાકના ૧૨૦ રૂપિયા.

૧૨ થી ૨૪ કલાક માટે ૧૭૦ સુધીનો ચાર્જ ચૂકવવો પડશે.

એક તરફ શહેરમાં નાગરિકો રોડ પર વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, ત્યારે આ નવા પા‹કગ ચાર્જ વધારા બાદ નાગરિકો પા‹કગ નો ઉપયોગ કરશે કે કેમ તે સવાલ છે