
૩૧ ડિસેમ્બર પહેલા ગાંધીનગર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે દારૂના દુષણ સામે લાલ આંખ કરી છે. બુટલેગરો આ પ્રયાસમાં નિષ્ફળ નિવડ્યા છે. ગાંધીનગર એલસીબીની ટીમે નભોઈ ગામના ખરાબા વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક કાચા મકાન નીચે શંકાસ્પદ રીતે બનાવાયેલું ભોંયરૂ પોલીસની નજરે ચડ્યું હતું.
પોલીસે આ મામલે ભોંયરાની તપાસ કરતા અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂને ખૂબ જ ઈરાદાપૂર્વક જમીન નીચે સંતાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ. ૨.૫૭ લાખની કિંમતનો દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં જ બે શંકાસ્પદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં ચેંકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ટ્રક પલટી ખાઈ જતાંની સાથે જ કેટલાક લોકોએ દારૂની બોટલો પણ ચોરીને જતા રહ્યા હતા. અમદાવાદ જિલ્લા પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ ગાડીનો પીછો કરી રહી હતી કે પછી ડ્રાઈવરને ઉતાવળ હોવાથી તે પૂરઝડપે વાહન ચાલવતો હતો એ હજુ સુધી સામે આવ્યુ નથી, પરંતુ જે રીતે ટ્રક પલટી મારી ગઈ છે એ જોતાં લાગી રહ્યું છે કે ડ્રાઈવર સ્પીડમાં હતો. આ પહેલાં પણ બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં દારૂની હેરફેરનો ભાંડો ફૂટ્યો હતો. ફોર્ચ્યુનર કાર પૂરઝડપે દારૂ લઈને જઈ રહી હતી ત્યારે તેનો અકસ્માત થારના ચાલક સાથે થયો હતો. થારચાલક સહિત બેનાં મોત થયાં હતાં, જ્યારે ફોર્ચ્યુનરમાંથી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. અમદાવાદના હાઈવે દારૂની હેરફેર માટેના સિલ્ક રૂટ બની ગયા હોય એવું લાગી રહ્યું છે.