
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જાવા મળી રહી છે.અમદાવાદના લાલ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ જાવા મળી રહી છે. છેલ્લી ઘડીએ ખરીદી માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ભારે ભીડના કારણે લાલ દરવાજાના દરવાજા ખાનગી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
ટ્રાફિકને રોકવા માટે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.દિવાળીના તહેવારને લઈને વેપારીઓ અને દુકાનદારોમાં પણ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. દુકાનદારો અને ફૂટપાથ બજાર સારી ગ્રાહક સેવા જાઈને ખુશ છે. લાલ દરવાજા વિસ્તારમાં બે કિલોમીટરના વિસ્તારમાં લગભગ ૪ હજાર લારી ગલ્લા અને ફૂટપાથની દુકાનો છે. આજે જ્યાં રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકોએ ખરીદી કરી હતી. દિવાળીના તહેવારને કારણે ઘરના સામાન અને કપડાની ખરીદીમાં લોકોનો ભારે ધસારો જાવા મળી રહ્યો છે.
અમદાવાદના લાલ દરવાજા અને ભદ્ર બજારમાં તહેવારો દરમિયાન લોકોની ભીડ જામે છે. ખાસ કરીને અમદાવાદ શહેરની આસપાસના ગામડાઓમાંથી પણ લોકો અહીં ખરીદી માટે આવે છે. રવિવારની રજાના કારણે શહેર બહારના લોકો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. આવી Âસ્થતિમાં પોલીસ પણ તૈયાર જાવા મળી હતી.
ખાસ કરીને હજારોની સંખ્યામાં લોકો આવતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. આ માટે લાલ દરવાજાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેની પણ કાળજી રાખવામાં આવી રહી છે.