દાહોદના ભાણાસિમળ-પાટાડુંગરી લાઇનમાં તોડફોડથી દાહોદમાં પાણીનું સંકટ

દાહોદ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇનને વરમખેડા અને આફવા નજીક અજાણ્યા શખસોએ તોડફોડ કરી હતી. ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે અજાણ્યા તત્વોએ તોડફોડ કરી હતી. તંત્ર દ્વારા સમારકામ કામગીરી શ‚ કરાતાં દાહોદ શહેરમાં પીવાના પાણીનો પુરવઠો એક દિવસ લંબાયો હતો.

ચાલુ વર્ષે દાહોદ જીલ્લામાં ઓછા વરસાદને કારણે ભૂગર્ભ જળસ્તર ઊંડાં ગયાં છે અને જળાશયોમાં પણ પૂરતો સ્ટોક નથી. હાલ શિયાળુ રવી વાવણી પૂરજોશમાં શ‚ થતાં જ ખેતી માટે પાણીની તીવ્ર ખેંચ ઊભી થઈ છે.

આ દરમિયાન ખેતરો સુધી પાણી પહોંચાડવા દાહોદ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇનોમાં તોડફોડ કરવાની ગંભીર ઘટના બનતાં તંત્ર દોડતું થઈ ગયું છે. વરમખેડા નજીક અને ભાણાસિમળથી આવતી લાઇનને આફવા ગામ પાસે અજાણ્યા તત્વોએ તોડી પાણી ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ તોડફોડને કારણે હજારો લીટર શુદ્ધ પાણી વેડફાઈ ગયું હતું. બનાવની જાણ થતાં જ સંબંધિત વિભાગની ટેકનિકલ ટીમો સ્થળ પર પહોંચી હતી અને સમારકામ હાથ ધરી કામગીરી પૂર્ણ કરી હતી.

દરમિયાન પમ્પિંગ અટકી જતાં દાહોદમાં નિયમિત પાણી વિતરણ ખોરવાયું હતું. જેના પરિણામે નાગરિકોને નિર્ધારિત સમય કરતાં એક દિવસ મોડો પુરવઠો મળ્યો હતો.

આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસવાની ભીતિ રવી સીઝનની તો હજુ શ‚આત જ થઈ છે ત્યારે જ જો આવી ઘટનાઓ સામે આવતી હોય તો આગામી કડક શિયાળા અને ઉનાળા દરમિયાન પાઇપલાઇનોમાં તોડફોડની ઘટનાઓ વધી શકે છે. આથી પાઇપલાઇન નેટવર્ક પર તંત્ર દ્વારા તાકીદે નાઇટ પેટ્રોલીંગ અને કડક સુરક્ષા ખડકવામાં આવે તે અનિવાર્ય બન્યુ છે.

પાણીનો પુરવઠો રાબેતા મુજબ શ‚ કરી દેવાયો છે પાટાડુંગરી અને કડાણા લાઇન પર સર્જાયેલા લીકેજનું સમારકામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અને હવે પાણીનો પુરવઠો રાબેતા મુજબ શ‚ કરી દેવાયો છે. લીકેજ સમારકામની આ કામગીરીના કારણે જ શહેરમાં પાણી વિતરણ એક દિવસ મોડું થયું હતું.:- આશિષભાઇ રાણા, પાણી પુરવઠા ઇજનેર, દાહોદ પાલિકા…