
રાજ્ય સરકારના રમત-ગમત વિભાગ દ્વારા આયોજિત ‘ખેલ મહાકુંભ’ અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કનેલાવ, ગોધરા ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ (બહેનો) તમામ ગ્રુપ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધા દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ તેમજ વ્યાયામ શિક્ષકશ્રીઓ દ્વારા ખેલાડીઓને રમત-ગમતનું જીવનમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સાથે જ ખેલાડીઓ માટે ‘Talent Identification’ યોજના તેમજ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના (DLSS)’ ના લાભો, તેમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા અને ખેલાડીઓને મળતી સરકારી સહાય તથા યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વ્યાયામ શિક્ષકશ્રીઓ દ્વારા વાલીઓ અને ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની દિશામાં પ્રોત્સાહિત કરી રમત પ્રત્યે રુચિ વધે તે માટે ખાસ પ્રેરણા આપવામાં આવી હતી. સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેલાડી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.