જન્મ દેનારી માએ જ અન્ય પરિજનો સાથે મળીને પોતાના સગા દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો

ચુડાના કોરડા ગામે લોહીના સંબંધને લાંછન લગાવતો ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. જન્મ દેનારી માએ જ અન્ય પરિજનો સાથે મળીને પોતાના સગા દીકરાને મોતને ઘાટ ઉતારી સમગ્ર બનાવને આપધાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. દારૂ પીવાની કુટેવ ધરાવતો અને લિવ-ઇનમાં રહેતો યુવક જમીન-મિલકત પોતાના નામે કરી તેની લિવ-ઇન પ્રેમિકાને આપી દેશે તેવા ડરે પરિજનોએ તેનું ગળું દબાવી, દોરડે લટકાવી દીધો હતો. આખા બનાવને આત્મહત્યાનું રૂપ આપી પરિવારજનોએ તેની ચૂપચાપ અંતિમવિધિ પણ કરાવી દીધી હતી. જાકે સમગ્ર મામલે પોલીસને જાણ થતા તપાસમાં પરિવારજનોના ખૌફનાક કાવતરાનો પર્દાફાશ થયો છે, ત્યારે યુવાનને મોતને ઘાટ ઉતારનાર પરિવારના ૬ સભ્યોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે રહેતા રોજાસરા પરિવારમાં આ ભયાનક કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર, તાજેતરમાં રોજાસરા પરિવારમાં મહેશ ઉર્ફે ડફલી લાખાભાઈ રોજાસરાનું મોત થયું હતું. મહેશનો મૃતદેહ તેના જ ઘરમાંથી છત પર દોરડે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં આ મામલે મૃતક મહેશના પરિવારજનોએ દાવો કર્યો હતો કે, મહેશે કોઈ કારણસર આત્મહત્યા કરી લીધી છે. મહેશે દોરડે લટકી ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હોવાનો દાવો કરી પરિવારજનોએ બારોબાર ચૂપચાપ તેની અંતિમવિધિ કરી નાખી હતી. જાકે સમગ્ર મામલે વિવિધ વાતો ફેલાતા અને મામલો પોલીસ સ્ટેશને પહોંચતા તપાસમાં મહેશનું તેના જ પરિજનોએ ઢીમ ઢાળી દીધું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પોલીસે મહેશના પરિવારજનોની કડક પૂછપરછ કરતાં શરૂઆતમાં છુપાવવામાં આવેલો હત્યાનો ભેદ ધીમે ધીમે બહાર આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મહેશને દારૂ પીવાની કુટેવ હતી. આ ઉપરાંત રાજકોટ ખાતે રહેતી એક †ી સાથે તેના સંબંધ હોવાની પણ પરિવારજનોને જાણ હતી. પરિવારજનોને એવો શ્ર્‌ક હતો કે, મહેશ તેના ભાગની જમીન અન્ય †ીના નામે કરી દેશે. આ બાબતને લઈને પરિવારજનોમાં રોષ હતો અને આખરે આ રોષ હત્યા સુધી પહોંચ્યો હોવાની વિગતો સામે આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બનાવને દિવસે મૃતક મહેશની માતા મધુબેન લાખાભાઇ રોજાસરા, સગો ભાઈ સુરેશભાઈ લાખાભાઇ રોજાસરા, કુટુંબીભાઈ ઘનશ્યામ ભૂપતભાઈ રોજાસરા, ભત્રીજા નિલેશ ઘનશ્યામભાઈ રોજાસરા, ભાભી સુરતીબેન ઘનશ્યામભાઈ રોજાસરા અને હેતલબેન સુરેશભાઈ રોજાસરા સહિત કુલ છ વ્યક્તિઓ મળીને તેની સાથે મારપીટ કરી અને ગળું દબાવી હત્યા કરી હતી. હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે લાશને દોરડાથી છત સાથે લટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ કર્યા વગર અંતિમવિધિ પણ કરી દેવામાં આવી હતી.એલસીબી પોલીસની સતર્કતા અને કડક પૂછપરછના કારણે સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે. પોતાના જ પરિવારના સભ્યની હત્યા… હત્યા બાદ લાશને ફાંસીએ લટકાવી આત્મહત્યાનું નાટક અને પોલીસને જાણ કર્યા વગર અંતિમવિધિ કરી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે ઘરમાં મહેશે પોતાનું બાળપણ અને જુવાની વિતાવી એ જ ઘરમાં તેના મોતનું કાવતરું ઘડાયું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. સંપત્તિનો વિવાદ, મહેશની દારૂની કુટેવ અને અન્ય †ી સાથેના સંબંધોની શંકા… આ કારણોસર પરિવારનો રોષ એટલો વધી ગયો કે મામલો હત્યા સુધી પહોંચી ગયો હોવાની વિગતો સામે આવી છે. ત્યારે કોરડાની આ ઘટનાએ માત્ર એક પરિવાર નહીં, પરંતુ સમાજ સામે પણ મોટો સવાલ ઊભો કર્યો છે.