વેજલપુરની એકલવ્ય સ્કૂલમાં ‘નમો સેવા ગાથા’ શેરી નાટક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂરા થવા પર દેશભરમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. આ અંતર્ગત પંચમહાલના વેજલપુર ખાતે પણ ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ એક કાર્યક્રમ યોજાયો.

વેજલપુરની એકલવ્ય મોડેલ સ્કૂલમાં ‘નમો સેવા ગાથા’ નામનું શેરી નાટક રજૂ કરાયું. આ નાટક દ્વારા સેવા, સુશાસન અને જનકલ્યાણના જુદા જુદા પાસાં દર્શાવી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો.

આ કાર્યક્રમમાં પંચમહાલ જીલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ ખાસ હાજર રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ ઉત્સાહથી આ શેરી નાટક જોયું. આ ‘સેવા સંકલ્પ અભિયાન’નો હેતુ સેવા અને સુશાસનનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો.