દે.બારીયા તાલુકો મોડેલ તાલુકા ધોષીત છે, તેમ છતાં મોડેલ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં સપ્ટેમ્બર ૨૦૨૬નો માસ પુરો થઈ જવા આવ્યો હોવા છતાં મધ્યાહન ભોજ યોજના માટે અપાતી પેશગીની રકમ ઈશ્યુ થાય તો મરી-મસાલા તથા શાકભાજી લાવવામાં આવતી હોય છે. પેશગીની રકમ ના મળે તો સંચાલકને અગાઉના બીલ આપ્યા વગર કઈ રીતે બીજી વસ્તુ વેપારી આપી શકે છે. તેની મુંઝવણમાં સંચલકો છે. એક કયુઆર કોડ નંબર બદલવા ખાત સંચાલકો તથા બાળકો ભોગ બની રહ્યા છે. તેના માટે કોણ જવાબદાર ગણાશે તે યક્ષ પ્રશ્ર્ન છે.
મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દાયકાઓથી ગરીબ બાળકો માટે મધ્યાહન ભોજના લાભદાયી સાબિત થઈ છે. ગરીબ બાળકોના વાલીઓ આવા લીલા દુકાળમાં મુજરીના કામ અર્થે અન્ય શહેરોમાં પલાયન કરી ગયા હોય તેમના નાના બાળકો પોતાના દાદા-દાદી પાસે રહી અભ્યાસ માટે શાળામાં આવતા હોય છે. તેમને મધ્યાહન ભોજન મળી રહેશે તેવા આશયે શાળામાં જતા હોય જ્યારે પેશગીની રકમ એક કયુઆર કોડના કારણે આખો માસ પસાર થયા બાદ પણ પેશગીની રકમ ખાતામાં જમા ના થાય તો કેન્દ્ર સંચાલક મુંઝવણમાં મુકાય જાય છે. જેમ તેમ કરીને કેન્દ્ર ઉપર પુરતી સામગ્રી લઈ જવી પડે છે નહી તો મુખ્ય શિક્ષકની ફટકાર ખાવાનો વારો આવે છે. શિક્ષક આલમ તો કોઈપણ વાત માણવા તૈયાર થતા નથી.અ ા તમારો વિષય છે. તેવી હઠ પકડી બેસે છે ના છુટકે ઓછી ઉધાર કરીને પુરતી સામગ્રી એકઠી કરવી પડતી હોય છે. ચાર દાયકાઓથી આમ જ આ યોજના ચાલતી આવી છે. કોઈપણ પ્રકારના સંચાલકોને રાહત મળી શકી નથી. કઈ દાળ આવી ના હોય અથવા તેલનો અભાવ પણ વચ્ચે આવતો હોય છે તો ગુણવત્તા સંચલક કઈ રીતે જાળવી શકે છે. તા.૩૦/૦૯/૨૦૨૬ના રોજ પેશગીના બીલ ટ્રેજરીમાં ફોરવર્ડ કરાયા છે. તેને પાસ થવામાં હજુ પાંચ દિવસ લાગી શકે છે. તેવું ચર્ચાઈ રહ્યું છે. નવો કયુઆર કોડ નંબર બદલવાનો હતો તો વહેલા કેમ બદલાયો નથી. આખરી તારીખોમાં બદલી આખા તાલુકાના નાના બાળકોને પોષ્ટીક આહાર આપવામાં વાંધા વચકા કેમ તે બાબત સમજાતી નથી. આ સંચાલકો ૧૯૮૪ થી માનદ વેતનને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. નાના કર્મીઓને કેમ હેરાન કરવામાં આવે છે તે સમજાતું નથી. લાગતા વળગતા પદના અધિકારીઓ જે તે વહિવટી કર્મીઓને પોતાની ફરજમાં સર્તકતાનો પાઠ ભણાવે તેવી વાલીઓની માંગ ઉઠવા પામી છે.