રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી

ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૪૪૧/- પ્રતિ ક્વિ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૪૬૧/- પ્રતિ કિવ, મકાઈ માટે રૂ. ૨,૪૧૦/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ.૨૯૦૦/- પ્રતિ વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ ક્વિ) જુવારાહાઈબ્રીડ) રૂ. ૪૦૨૩/- પ્રતિ કિવ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) રૂ.૪૦૭૩/- પ્રતિ ક્વિ(ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ વિ). તથા રાગી માટે રૂ. ૫૨૦૫/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ વિ) નિયત કરવામાં આવેલ છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.

લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૨/૧૦/૨૦૨૬ થી ૩૧/૧૦/૨૦૨૬ સુધી કરવામાં આવશે તેમજ ડાંગર, બાજરી, જુવાર મકાઈ તથા રાગીની ખરીદી તા.૧૬/૧૧/૨૦૨૬ થી ૧૫/૦૧/૨૦૨૭ સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.

નોંધણી માટે જ‚રી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨ ,૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતને સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને જખજ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. જેની નોંધ લેશો ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો કમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી.

નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.