બોડેલી જબુગામ મેરીયા ઓરસંગ નદીમાં દુષિત પાણી છોડતા કડક કાર્યવાહીની માંગ

બોડેલી જબુગામ મેરીયા બ્રિજ નીચેથી પસાર થતી મેરીયા નદીમાં જબુગામનો એક રેતી વોશિંગ કરવાનો પ્લાન્ટ પાઈપલાઈન મારફતે મેરીયા નદીમાં નર્યું પ્રદુષણ ઓકી રહ્યો છે.

મુલધર, સીમલીયા અને જબુગામના ગ્રામજનો દ્વારા મેરીયા અને ઓરસંગ નદી વિસ્તારને બરબાદી નોતરતા આ વોશિંગ પ્લાન્ટને બંધ કરાવવા છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો, ગ્રામજનો દ્વારા રજૂઆત કરી ફરિયાદ ઉઠવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દર વર્ષે ગ્રામજનો દ્વારા મામલતદારને આ અંગે આવેદનપત્ર અપાય છે પરંતુ સપ્તાહ બાદ ફરી તે ધમધમવા લાગે છે. વોશિંગ પ્લાન્ટનો માટી સાથેનો રગડો રેલવે લાઈનને અડીને પાઈપલાઈન મારફતે મેરીયા નદીમાં ઠલવાય છે જેમાંથી ઉત્સર્જિત માટી યુક્ત પાણી,ઘટૃ સ્નિગ્ધતાવાળુ પ્રવાહી નદીમાં ઠલવાતાં આ રગડો મેરીયા અને ઓરસંગ નદીમાં ભળે છે પયોવરણને વ્યાપક નુકસાન કરતા જાહેરમાં ઉત્સર્જન કરતા માટીના રગડાથી મેરીયા અને ઓરસંગ નદી દૂષિત થઈ રહી છે, તેમ છતાં તંત્ર મોન સેવીને બેસી રહ્યું છે.

નદીઓની ઇકો સિસ્ટમ નષ્ટ થાય છે મેરીયા અને ઓરસંગ નદીના વહેતા પાણીમાં પ્રદૂષિત રગડો ઠાલવવાના કારણે જળચર જીવ સૃષ્ટિ અને માનવ સ્વાસ્થ્ય પર મોટો ખતરો થવા સંભવ છે. આ એક ગંભીર પર્યાવરણ સમસ્યા છે, જે નદીઓની કુદરતી ઈકો સિસ્ટમને સંપૂર્ણપણે નષ્ટ કરી રહી છે. ત્યારે આ ગંભીર ખતરાને રોકવા માટે ઊઝઙનો કડક ઉપયોગ થવો જોઈએ. – નારણભાઇ રાઠવા, માજી તાલુકા પં. પ્રમુખ…

રેતી વોશિંગ પ્લાન્ટ બંધ થવો જોઇએ આ કેમિકલ યુક્ત પ્લાન્ટ ચાલુ થયા પછી નદીમાં રેલાતા ગંદા રગડા સાથેનું પાણી પીવાથી પશુઓના મોત થઈ શકે છે. ગત વર્ષે મારી ભેંસ આ રગડામાં ફસાતાં મહામુસીબતે બહાર કાઢી હતી. પશુઓ માટે ખતરા સમાન આ પ્લાન્ટ બંધ થવો જોઈએ. – નીતિનભાઇ રાઠવા, પશુપાલક…